________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
તેમજ શુદ્ધ સિદ્ધાંતોનું નિરંતર શ્રવણ કરવું.
ગમે તેવા ગાઢ દુઃખના વખતને વિષે પણ ધૈર્યતા ધારણ કરીને ધર્મને છોડવો નહિ.
દુઃખરૂપી સમુદ્રનો પાર પામવાને માટે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી ભવ્ય જહાજનું આલંબન કરી, દુઃખ સમુદ્રના પારને પામી જન્મ જરા અને મરણના બંધન થકી મુક્ત થઈ મુક્તિપુરીમાં વાસ કરી અખંડ સુખના ભોકતા થવું, તેજ મનુષ્યજન્મ પામ્યાનો સાર છે.
(જીવની ગર્ભગતિ વિગેરે.) આ કાળમાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦૦ વર્ષનું કહેલું છે. અને તેમાં દશ દશકાનો વિભાગ પાડેલો છે. તો કેટલા દિવસો જેટલી રાત્રી, જેટલા મુહુર્તી, જેટલા શ્વાસોશ્વાસ ગર્ભને વિષે જીવ વસે છે તેની તથા આહારની વિધિને કહે છે. આ જીવ ગર્ભને વિષે ૨૭૭ અહોરાત્રિતો નિયમાં વસે છે. તેમાં કદાચ જૂનાવિકપણું થાય તો તે વધારે ઓછું ઊપઘાતાદિકના વશવર્તિપણાથી થાય છે ગર્ભને વિષે આ જીવ ૮૩૨૫ મુહુર્ત નિશ્ચય વસે છે. ઓછું વધારે ઉપઘાતાદિકથી થાય છે. આ જીવને ૩ ક્રોડ ૧૪ લાખ ૧૦ હજાર ૨૨૫ શ્વાસોશ્વાસ ગર્ભને વિષે નિશ્ચય થાય છે, તેમાં ન્યૂનાધિકપણું થાય તો તે કારણાદિકને લઇને થાય છે.
સ્ત્રીના નાભિની નીચે પુષ્પનાલિકાના આકારવાળી બે શિરા હોય છે; તેની નીચે અધોમુખ સંસ્થિત આકાર વાળી યોનિ હોય છે તેની નીચે આંબાની મંજરીના પેઠે માંસની મંજરીઓ હોય છે, તે ઋતુકાળમાં ફુટવાથી રૂધિરના બિંદુઓને મુકે છે.
કોશાકારવાળી યોનિ શુક્ર મિશ્રીત થાય છે, ત્યારે તે જીવને ઉત્પન્ન કરવાને યોગ્યતાવાળી થાય છે તેવી રીતે શ્રી જિનેશ્વર
ન ૭૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org