________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
અર્થ : ક્રોધરૂપી અગ્નિ બલી રહેલો છે, અને અંગીઠી કહેતાં શરીર તે ક્રોધરૂપી અગ્નિમાં તપી રહેલો છે, અને કામરૂપી વિસ્વાનલ કહેતા અગ્નિ જે તે જીવનને બાળવાથી આત્મા વિષયરૂપી તૃષ્ણાથી થરથર કંપાયમાન થાય છે. પુન્ય કરીને ખીલો કહેતાં જીવ તે દૂજે છે, અને કાયા કહેતા ભેંસ તે વિલોવે કહેતા વિલાસને કરે છે, તથા મીની કહેતા માયા અને જીવ કહેતા માખણ એટલે માયા રૂપી મીની બિલાડી જીવ રૂપી માખણને વિલોવે કહેતા સંસારને વિષે જમાડે છે, પરિભ્રમણ કરાવે છે. વહુ વીયાઇ સાસુ જાઈ, નાહનિ દેવરીઈ માતા નિપાઈ, સરોજી સુતા ને વહૂ હીંડોલ હાલો હાલો ભાભાજી ઘુંઘર બોલે ૪
અર્થ : સુમતિરૂપી વહુ ભાઈ, તેણે ચેતનારૂપી સાસુને ઉન્નત કરી, અને નાનો દેવર જે કર્મ, તેણે માતા કહેતાં સુમતિને ઉત્પન્ન કરી, સસરારૂપી જીવ જે તે હીડોલા ઉપર સુતો છે, તેને સુમતિરૂપી વહુ ઝુલાવે છે, ને કહે છે કે હાલો હાલો કહેતાં ઉદ્યમ કરો, કારણ કે કાળ ઢુંકડો કહેતા નજીક આવેલો છે અને તેના ઘુઘરા વાગી રહ્યા છે, એટલે કે જરા કહેતા વૃદ્ધા અવસ્થારૂપી ઘુઘરા બોલી રહ્યા છે વાગી રહ્યા છે, માટે પરલોકના હિતાર્થે ધર્મને વિશે ઉદ્યમ કરો. સરોવર ઉપર ચઢી બિલાડી, બંભણ ધરિ ચંડાલણ જાઈ, કીડી સૂતી પોલી ન માય, ઊંટ વલી પરનાલે જાય. ૫
અર્થ : શરીરરૂપી સરોવરના ઉપર વૃદ્ધ અવસ્થારૂપી બિલાડી ચડી બેઠી છે, અને બ્રાહ્મણ તે જ્ઞાનવંત જીવનનું કાયારૂપી જે ઘરતે કાયારૂપી ઘરને વિષે કદાગ્રહ મિથ્યાત્વરૂપી ચંડાલણી ઉત્પન્ન થયેલી છે, તથા કીડી કહેતા માયા વિસ્તાર કરીને સૂતી છે, પણ
૬૯
ભાગ-૪ ફ- Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org