________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
અર્થ : વલી મેં કૌતુક દીઠું વીતરાગ મહારાજાએ દેખાડેલા ધર્મરૂપી માર્ગને છોડીને પ્રમાદ રૂપી ઉન્માર્ગે આત્માગમન કરે છે. વળી મેં તો આશ્ચર્ય દીઠું , વિષય સુખ વિના, આત્મા સકલ કર્મ ક્ષય રૂપ મોક્ષ સુખને પામે છે.
(હરીયાલી - ૨)
વરસે કાંબલ ભીંજઈ પાણી, માછલડે બગ લીધો તાણી, ઉડિરે આંબા કોઇલિ મોરી, કેલિ સિંચતા ફલીરે બીજોરી ૧
અર્થ: કાંબલ કહેતા પાંચે ઇંદ્રિયો તે પાંચ ઇંદ્રિ વરસે છે, અને પાણી કહેતા જીવ તે ભીંજાય છે, જીવ કર્મને બાંધે છે, તેના ભારથી ભીંજાય છે, તથા લોભ રૂપી માછલાઓ જીવરૂપી બગલાને તાણી ખેંચીને સંસારમાં નાંખ્યો, ઉડિરે કહેતા સાવધાન થા, આંબા કહેતા હે જીવ ! કોઈલિ કહેતા તૃષ્ણા વિસ્તારને પામી છે, માટે સચેતન થા, તથા કેલિ કહેતા માયા રૂપી કેળને સિંચન કરતા, તૃષ્ણા રૂપી બીજોરી નવપલ્લવિત થઈ ફલીભૂત પણાને પામી. ઢાંકણીઇ કુંભારજ ઘડીયો, લંગડા ઉપર ગર્દભ ચઢીયો, નિસાં ધોવઈ ને ઓઢણ રોવઈ સકરો બિઠો કૌતુક જોવિ ૨
અર્થ ઢાંકણી કહેતા માયા, તે માયાએ કુંભાર રૂપી જીવ ઘડયો, અને તે જીવ રાગ અને દ્વેષ રૂપી લંગડા ઉપર ચડયો, તે કામાંધને વૃદ્ધાઅવસ્થા પ્રાપ્ત થવાથી જીવ જે તે ખેદને પામે છે, અવસરે જરા અવસ્થાને પ્રાપ્ત થયેલા જીવને તેનું સમગ્ર કુટુંબ બેઠા બેઠા કૌતુકથી જોવે છે, કે આની દશા જુઓ. આગ બલે અંગીઠી તાપે, વિસ્વાનર બૈઠો થિરથિર કંપઇ, ખીલો દૂજે ને ભેંસ વિલોવે, મીની બીઠી માખણ તાપે ૩
બ૬૮
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org