________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દીઠું કે, એકજ તૃષ્ણા રૂપી નારા ઘણા જીવો પરણે છે. બાઈ હે માં કૌતુક દીઠું, ગરૂડ નાગ વિસ ધારીરે, બાઈ હે માં કૌતુક દીઠું, ગયવર સીંહ સાતમો ગલ્યોરે. ૬
અર્થ : વલી મેં કૌતુક દીઠું , ગરૂડરૂપ આત્મા શરીરને વિષે રહેલ ક્રોધરૂપી સર્પના વિષે કરીને ધાર્યા છે (મૂછિત થયેલ છે) વળી મેં કૌતુક દીઠું આત્મા રૂપી સિંહને માનરૂપી અજગરે ગળેલો છે. બાઈ હે મઈકૌતુક દીઠું, સાયર માંછલા સવી ગલ્યારે, બાઈ હે માં કૌતુક દીઠું, એકણે પાંચ વિણાસીઆરે. ૭
અર્થઃ વલી મેં અચરિજ દીઠું, કે લોભરૂપ સમુદ્ર સર્વ મનુષ્યરૂપી માછલાને ગળી લીધા, વલી મેં આશ્ચર્ય દીઠું , એકજ મોહે પાંચ મહાવ્રતોનો વિનાશ કર્યો. બાઈ હે માં કૌતુક દીઠું, માય મુઈ રોઈ નહિ રે, બાઇ હે માં કૌતુક દીઠું, વયરી ઘરમાંહે રમેરે. ૮
અર્થ : વળી મેં કૌતુક દીઠું , ભવસંતતી રૂપ માતા મરણ પામી, અને પ્રાણીરૂપી પુત્ર રોતો નથી, વળી મેં આશ્ચર્ય દીઠું , શરીરરૂપ ઘરને વિષે મરણ રૂપી શત્રુ વાસ કરીને રહેલો છે. બાઈ હે માં કૌતુક દીઠું, નારી પ્રીતમ બાંધીઓરે, બાઈ હૈ મોં કૌતુક દીઠું, બાંધ્યો ચોર ચોરી કરે રે. ૯
અર્થઃ વળી મેં તો અચરીજ દીઠું , કાયા રૂપી નારીએ જીવરૂપી પ્રીતમને બાંધેલો છે, વળી મેં તો આશ્ચર્ય દીઠું , મનરૂપી ચોરને સામાયિક રૂપી દોરડાથી બાંધ્યા છતાં પણ,આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી ચોર ચોરીને કરે છે. બાઈ હે માં કૌતુક દીઠું પંથ લહી ભુલો ફરે રે, બાઈ હે માં કૌતુક દીઠું, વિણ સુખઈ કિમ સુખીયોરે, ૧૦ ૬૭)
રૂ
૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org