________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
અર્થઃ હે ભગવન્ મેં કૌતુક દીઠું સમ્યકત્વ વિના જે મુક્તિ વાંછેછે, તે જાણે કાંણો ડોળો આંજે છે, વળી મેં કૌતુક દીઠું , જે માણસ મનુષ્ય જન્મ પામીને ધર્મને કરતો નથી, તે જાણવુ કે હાથથી હાથી છુટી ગયો છે. બાઈ હે માં કૌતુક દીઠું, મુડઈ માથે રાખડી રે, બાઈ હે માં કૌતુક દીઠું, તરસ્યો પાણી નવિ પીએરે. ૨
અર્થ : વળી મે અચરિજ દીઠું , ચારિત્રને ગ્રહણ કરીને શરીરની શોભા કરે છે, વળી મેં આશ્ચર્ય દીઠું , ધનની તૃષાવાલો તૃષ્ણાલુ માણસ, તરસ્યો છતાં પણ ધર્મરૂપી પાણિનું પાન કરતો નથી. બાઈ હે માં કૌતુક દીઠું, ફલીયો આંબો કાપીયોરે, બાઈ હે માં કૌતુક દીઠું, સુઅરે હાથી મારીયોરે. ૩
અર્થ : વળી મેં આશ્ચર્ય દીઠું , જન્મ સુધી વ્રત પાલીને જે સંસારિક સુખની વાંછા કરે છે, તે ફળીભૂત થયેલા આમ્ર વૃક્ષને કાપવા બરોબર છે, અર્થાત્ કાપે છે, વળી મેં કૌતુક દીઠું , કામદેવ રૂપી ડુક્કરે (ભંડે) બ્રહ્મચર્ય રૂપી હાથીનો વિનાશ કર્યો. બાઈ હે મઈ કૌતુક દીઠું, બેટે બાપ વિણાસીયોરે બાઈ હે માં કૌતુક દીઠું, વિષ પીઈ હરખિત થયોરે ૪
અર્થ : વળી મેં અચરિજ દીઠું , મન રૂપ પુત્રે આત્મારૂપી પિતાનો વિનાશ કર્યો, તથા વળી મેં કૌતુક દીઠું , વિષયરૂપી ઝેરનું પાન કરીને આત્મા હર્ષને પામ્યો. બાઈ હૈ મઈ કૌતુક દીઠું, વિણ પુરૂષશે રમણી રમેરે, બાઈ હૈ મઈ કૌતુક દીઠું, એક નારી પરણે ઘણારે પ
અર્થ : વળી મેં આશ્ચર્ય દીઠું પુન્યરૂપી પુરૂષ વિના, કાયા રૂપી સ્ત્રી-ઇંદ્રિય કરીને આત્મા એકલો રમે છે, અને વળી કૌતુક ૬૬
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org