________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
(તેર કાઠીયાના નામ) आलस्य मोह वन्ना, थंभा कोहा पमाय किविणत्ता । भय सोगा अन्नाणाऽऽक्खे कुतूहला रमणा ॥१॥
ભાવાર્થ : આળસ ૧, મોહ ૨, અવજ્ઞા ૩, સ્તબ્ધ ૪, ક્રોધ ૫, પ્રમાદ ૬, કૃપણતા ૭, ભય ૮, શોક ૯, અજ્ઞાન ૧૦, આક્ષેપ ૧૧, કુતુહલ ૧૨, રમણ ૧૩.
( રેલા કર્મના જઘન્ય વિપાક ફલો.) वहमारण अब्भक्खाणदाणपरधणविलोयणाईणं । सत्वजहन्नो उदओ, दसगुणिओ एक्कसिकयाणं ॥१॥
ભાવાર્થ : કોઈપણ જીવે બીજાજીવોનો વધ કરેલ હોય, તથા બીજા જીવોને મારેલ હોય, તથા અસત્ય કલંક ચડાવેલ હોય, તથા પર ધનને હરણ કરી લીધેલ હોય તેમજ જે જે પાપાચરણોને સેવેલ હોય છે તેમાં દરેક પાપ કર્મનો ઉદય જઘન્યથી દસ ગણો વૃદ્ધિ થાય છે.
(ક્તનું સ્વરૂપ) घाएण घायसयं, मरणसहस्सं च मारणेणावि । आलेण आलसयं, पावइ नत्थीत्थ संदेहो ॥१॥
ભાવાર્થ : કોઈપણ જીવનો ઘાત કરવાથી ભવાંતરને વિષે પોતે સો વાર ઘાતને પામે છે, તથા કોઈપણ જીવને મારવાથી હજારવાર પોતાને મરણ પ્રાપ્ત થાય છે. પરને કલંક ચડાવવાથી સોવાર કલંક પોતાના ઉપર આવી પડે છે, તેમાં લેશ માત્ર સંદેહ નથી.
૨૧
ભાગ-૪ ફર્મા-૩ Jain Education International
ભાગ-૪ માસ
For Personal & Private Use Only
www.jainelibrary.org