________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
સુશીલ જીવો પ્રત્યે કુશીલ જીવોની દુષ્ટતા
शिष्टाय दुष्टो विरताय कामी, निसर्गतो जागरुकाय चौरः । धर्मार्थिने कुप्यति पापवृत्तिः शूराय भीरुः कवये कविश्च ॥ १ ॥
ભાવાર્થ : સારા સજ્જન લોકો ઉ૫૨ દુષ્ટ માણસ ક્રોધ કરે છે, તથા વિરક્ત ભાવને વિષે મગ્ન થઇ વિષય વાસના થકી વિરામ પામેલ માણસના ઉપર કામી વિષયાસકત જીવ ક્રોધ કરે છે, તથા સ્વભાવથી જ જાગૃત નિદ્રાધિન નહિ થયેલ માણસ ઉપર ચોરી કરવા આવેલ ચોર ક્રોધને કરે છે, તથા નિરંતર ધાર્મિક ક્રિયા કરનાર માણસ ઉપર પાપીષ્ટ બુદ્ધિને ધારણ કરનાર પાપી જીવ ક્રોધ કરે છે, તથા શૂરવીર પુરૂષ ઉપ૨ બીકણ ભય વિહવલ માણસ ક્રોધ કરે છે, અને કવિના ઉપર કવિ ક્રોધ કરે છે.
વિવેચન : આ પણ એક જાતિ સ્વભાવી વૈરવાળા જીવોના જેવું જ છે. દુર્જન માણસોનો સ્વભાવ હોય છે કે સજ્જનનું ધર્મ જ્ઞાન તાન માન પાન સારી કરણ નહિ રૂચતાં કડવી એળીયા જેવી લાગે તો તેમાં સજ્જનનો દોષ નથી. આંબો લીંબડાને કયાં કહે છે કે તું કડવો થા પણ લીંબડાનો સ્વભાવ કડવો તેમાં આંબો શું કરે ? તેમજ જે જીવોના સ્વભાવ ઝેરી પડયો છે, તે મરણના સાથે જશે. જીવતા તો નહિ જ જાય. ભાઇ આ અવગુણ મોટામાં મોટો છે. સુધારવો હોય તો સુધારજે નહિ તો તાહારી ઇચ્છા પણ નહિ સુધારે તો દુ:ખી બહુજ થઇશ.
વિષમ સ્થલે પણ પૂર્વકૃત પુણ્ય રક્ષણ કરનાર છે.
आयासे गिरिसिहरे, जले थले दारुणे महारणे । संकटपडिओ, रक्खिज्जइ पुव्व सुकएणं ॥१॥
Jain Education International
૨૨
For Personal & Private Use Only
,
www.jainelibrary.org