________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
(બત્રીસ ક્વલ આહાર) बत्तीसं किर कवला, आहारो कुच्छि पूरओ भणिओ । पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ॥१॥
ભાવાર્થ : દરેક પુરૂષોને ઉદર પૂર્તિ કરવા નિમિત્તે શાસ્ત્રકાર મહારાજાયે બત્રીશ કવલ કોલીઆનો આહાર કહેલો છે, તથા સ્ત્રીયોને માટે અઠવીશ કવલનો આહાર કહેલો છે.
વિવેચન : પ્રમાણોપેત આહાર કરવાથી શરીર સુખાકારી, ઇંદ્રિયો સતેજ, ધાર્મિક વ્યવહારી કાર્યોમાં સ્કુર્તિ, નિરોગીપણું તુષ્ટી પુષ્ટી કાંતિ બલ વીર્ય પરાક્રમની વૃદ્ધિ થાય છે અને ધર્મધ્યાન આનંદથી થાય છે, પણ આંખો મીંચીને ભીમના પેઠે હાથમાં આવ્યું કે ગળા નાસીકાને મસ્તક સુધીભરવાથી વમન વિરેચન વિશુચિકા રોગ કાશ શ્વાસ જવર સનિપાતાદિક થાય છે. વૈદ્યો પૈસા ખાય છે. અને તેમાં મરે તો તિર્યંચને નરકગતિ તૈયાર જ હોય છે. આ બધો પ્રતાપ ઘણું ખાવાથી અજીર્ણના જાણવા. બીજા કારણો અજીર્ણના કહેલા છે. જુઓ –
(અજીર્ણના કરણો) इर्ष्याभयक्रोधपरिष्कृतेन, लुब्धेन तृड्दैन्यविपीडितेन । प्रद्वेषयुक्तेन च सेव्यमान, मन्न न सम्यक् परिणाममेति १
ભાવાર્થ : ઈષ્ય તથા ભય તથા ક્રોધના આવેશ યુક્ત થયેલા તથા અત્યંત લુબ્ધવૃત્તિ ધારણ કરનારા તેમજ તૃષા અને દીન ભાવથી પીડા પામેલા તથા દ્વેષને ધારણ કરનારા જીવોયે સેવન કરેલું ભક્ષણ કરેલું અન્ન ઉદરની અંદર પચતું નથી તેથી અજીર્ણ થાય છે.
૨૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org