________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
ભાવાર્થ સારા તત્વરૂપી કસોટીથી પ્રગટ થયેલું તથા વિવેકરૂપી પ્રકાશથી વૃદ્ધિ પામેલું, બોધમય તત્વ જેઓનું છે, તેઓને પંડિત પુરૂષોએ વૃદ્ધ માનેલા છે. न हि स्वप्नेऽपिसंजाता, येषां सव्रतवाच्यता । यौवनेऽपि मता वृद्धास्ते धन्योः शीलशालिभिः ॥३॥
ભાવાર્થ : જેમના સદાચાર સંબંધમાં કોઈપણ સ્વપ્રને વિષે પણ વિરૂદ્ધ બોલી શકેલ નથી તેઓને યૌવન અવસ્થાને વિષે પણ ઉત્તમ જીવોએ ધન્યો માનેલા છે.
આવા કરણથી મોટાપણ લઘુ થાય. अइ रोसो अइ तोसो, अइ हासो दुज्जणे हि संवासो। अइ उब्भडोय वेसो, पंचवि गुरुयं पि लहुयंति ॥१॥
ભાવાર્થ : અતિ રોષ કરવાથી, અતિ તોષ કરવાથી, અતિ હાસ્ય કરવાથી, દુર્જનના સાથે સંગતિ કરવાથી અને અતિ ઉભટ વેષ ધારણ કરવાથી, આ ઉપરોક્ત પાંચ મોટાઓને પણ હલકા બનાવે છે.
(વિશ્વાસ વર્જવા લાયક સ્થળો.) वसणासत्ते १ सप्पे र मुखे३ जुवईजणे४ जले५ जलणे६ । पुव्वविरुद्धे पुरिसे७, सत्तन्हं न विससीयव्वं ॥१।.
ભાવાર્થ : વ્યસનાસક્તને વિષે ૧, સર્પને વિષે ૨, મુર્ખને વિષે ૩, સ્ત્રી વર્ગને વિષે ૪, પાણિને વિષે ૫, અગ્નિને વિષે ૬, તથા પ્રથમ વિરૂદ્ધ ભાવને ધારણ કરનાર પુરૂષને વિષે ૭, આ ઉપરોક્ત સાતને વિષે લવલેશ માત્ર વિશ્વાસ કરવો નહિ.
।
૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org