________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
તેમને માર મારી સ્ત્રીના વચને ચાલી તેમને લુંટી લઇ ગાળોના વરસાદને વરસાવી જન્મો જન્મના વૈરી થઇ બેસતા જીવો ઘણા જોવામાં આવે છે અને તેમનાં બાલ બચ્ચાં પણ તેમના પિતાને પગલે ચાલી માતા પિતાની ભક્તિ કરવામાં વંચીત બને છે.
પુત્ર પ્રત્યે પિતાનો હિતોપદેશ
खलसंगो कूकलत्तं, वसणकुधणागमो असम । रागदोस कसाया, मंच पुत्त पयत्तेणं ॥ १॥
ભાવાર્થ : દુષ્ટ અને ખલનો સંસર્ગ તથા કુલટા ભાર્યા તથા કુવ્યસનો તથા કુવ્યાપારથી મળેલા પૈસાનું આગમન તથા અસમાધિઆર્તધ્યાન તથા રાગ-દ્વેષ કષાયો વિગેરેને હે પુત્ર ! પ્રયત્નથી ત્યાગ કર.
વિવેચન : ધન્ય છે માતા-પિતાઓને કે હડકાયા કુતરાના પેઠે પુત્ર-પુત્રીયોનો માર ખાઈ, ગાળો ખાઈને પણ આવો ઉ૫૨નો મનોહર ઉપદેશ કરે છે, તો પણ ડાહ્યા દીકરાઓને કયાં શાન આવવાની હતી કે પૂજ્ય પિતાજીને અને તેમના શ્રેષ્ઠ વચનોને વધાવી લે ! ને મસ્તકના ઉપર ચડાવે.
વૃદ્ધોનું સ્વરૂપ
तपः श्रुत धृति ध्यान विवेक यम संयमैः । ये वृद्धास्तेऽत्र शस्यंते, न पुनः पलितांकुरैः ॥१॥
ભાવાર્થ : તપ, શ્રુત, ધૈર્ય, ધ્યાન, વિવેક, યમ, સંયમાદિકવડે કરી જેઓ વૃદ્ધો હોય તેજ વૃદ્ધો પ્રશંસાપાત્ર કહેવાય છે, પરંતુ પલિતધોળા કેશં આવવાવડે કરી કાંઇ વૃદ્ધ કહેવાતા નથી. सत्तत्वनिकषोद्भूतं, विवेकालोकवद्धितं । येषां बोधमयं तत्वं, ते वृद्धा विदुषां मता : ॥२॥
Jain Education International
૧૮
For Personal & Private Use Only
www.jainelibrary.org