________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • પ્રભુત્વપણું-૧ નાગરિક, ૨ દંભ, ૩ દર્શન, ૪ ઇંદ્રિય ૫ માન પ્રભુત્વ. • મહોત્સવો-૧ ધર્મ મહોત્સવ, ૨ દ્રવ્ય મહોત્સવ, ૩ કામ મહોત્સવ, ૪ પર્વ મહોત્સવ, પ મોક્ષ મહોત્સવ. • રાજ્યપાલન-૧ વકત્રીત્વ, ૨ આગામિકતું, ૩ શાસ્ત્ર સંસ્કાર, ૪ પ્રૌઢતા, ૫ સારસ્વત, • નમસ્કાર-૧ ભોજન, ૨ શયને, ૩ જાગરણે, ૪ ચાલતે, ૫ ભયવ્યસને સર્વ કાર્યોનો વિષે. • મિથ્યાત્વ : ૧ અભિગ્રહિક, ૨ અનભિગ્રહિક, ૩ અભિનિવેશિક, ૪ સંશયિક, ૫ અનાભોગિક
૧ મારોજ મત રૂડો બીજાનો કાંઈ નહિ એ આપણા મતનો કદાગ્રહને અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ મિથ્યાશાસ્ત્ર ભણનારા બ્રાહ્મણની પેઠે સર્વ ધર્મ ભલા સર્વ દર્શન સારા ઇત્યાદિક બધા ધર્મને વખાણે તે અનભિગ્રહિક મિથ્યાત્વ. ૩ મધ્યસ્થમાની મિથ્યાત્વી ગોપાલાદિકની પેઠે અહંકાર કરી કાંઈક પોતાનો મત થાપે કાંઈક જિનમત થાપે ગોખા માહિલ જમાલિ નિન્દવના પેઠે તે અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ જે પરમેશ્વરના બોલેલા વચન ઉપર સંદેહ કરે, સાચી ખોટી વસ્તુનો નિશ્ચય ન જાણે, સાચા જીવાદિક પદાર્થને વિષે સંદેહ આણે, સાચો જૂઠો ન જાણે તે સંશય મિથ્યાત્વ, ૫ એકેંદ્રિય પ્રમુખ સમગ્ર જીવોને અચેતન અજ્ઞાન સર્વકાલ લગે કહેવું તે અનાભોગિક મિથ્યાત્વ. • આચાર-૧ જ્ઞાનાચાર, દર્શનાચાર, ૩ ચારિત્રાચાર, ૪ તપાચાર, ૫ વીર્યાચાર.
[૩૯]
૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org