________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ વિભૂષા ન કરે, ૪ કષાય ક્રોધાદિક તે ચારિત્રના ઘાતક પરિણામ વિશેષ જાણવા તેથી મુક્ત, ૫ મહાવ્રત યુક્ત હોય, ૧ પ્રાણાતિપાત વિરમણ છે કાયના જીવોની કિરણ યોગે રક્ષા કરે, ૨ મૃષાવાદ વિરમણ ક્રોધ લોભ ભય હાસ્યથી દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ સંબંધિ મન વચન કાયાએ કરી અસત્ય બોલે નહિ, બોલાવે નહિ, બોલતાને ભલો જાણે નહિ,૩ પારકું અદત્ત પોતે તૃણમાત્ર ન લે લેવરાવે નહિ લેનારને ભલો જાણે નહિ, તીર્થકર અદત્ત, ગુરૂઅદત્ત, સ્વામી અદત્ત, અને જીવઅદત્ત લે નહિ લેવરાવે નહિ લેતાને ભલો જાણે નહિ. ૪ મૈથુન૧૮ ભેદે બ્રહ્મચર્ય પાળે તે નવપ્રકારે ઔદારિક તે મનુષ્ય તથા તિર્યંચની સ્ત્રી મન વચન કાયાયે કરી ભોગવે નહિ ભોગવાવે નહિ ભોગવતાને ભલો જાણે નહિ, તથા ૯ પ્રકારે વૈક્રિય દેવતાની સ્ત્રી વિષે ઉપર પ્રમાણે નવ પ્રકારે જાણવું પ નવવિધ પરિગ્રહ રહિત તથા ધાતુ માત્ર મૂર્છારૂપે રાખે નહિ, ધર્મ સહાયક અધિક ૧૪ ઉપકરણ તથા ઓપગ્રહિક જે સંથારો ઉત્તરપટ્ટો દાંડો પ્રમુખ તે ખપ પ્રમાણે રાખે, તે ઉપરાંત ગાંસડી બાંધી ગૃહસ્થને ઘરે નજ મુકે ને તેમાં મૂછ રાખે નહિ. • ૫ પાંચ વિધ આચાર : ૧જ્ઞાનાચાર-જ્ઞાન ભણે ભણાવે, લખે લખાવે, જ્ઞાનભંડાર કરે કરાવે ને કરનારા ઉપર રાગ કરે, ૨ દર્શનાચાર-સમ્યકત્વ પાળે પમાડે પડતાને હેતુ યુક્તિયે સ્થિર કરે, ૩ ચારિત્રાચાર-ચારિત્રપાળે પળાવે પાળતાને અનુમોદ ૪ તપાચારબાર ભેદે તપ કરે કરાવે કરતાને અનુમોદ, ૫ વીર્યાચાર ધર્મ અનુષ્ઠાનને વિષે બળવીર્ય ફોરવે ઈત્યાદિ.
૫ પાંચ સમિતી: ૧ ઇર્યાસમિતી-ધૂસર પ્રમાણ દ્રષ્ટિ જોતો બધી દિશાએ ઉપયોગ રાખતો ચાલે, ૨ ભાષાસમિતી-સાવધ વચન ન બોલે
૧૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org