________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
નિરવધુ વચન બોલે, ૩ એષણા સમિતી-આધાકર્માદિક ૪૨ દોષ રહિત આહાર કરતા અંગારિક પ્રમુખ પાંચ દોષ માંડલીના ટાળે, ૪ આદાનભંડ નિક્ષેપણાસમિતી-દ્રષ્ટિયે જોઇ પુંજી પાત્રા પ્રમુખ મુકે, ૫પારિષ્ટાપનિકાસમિતી-લઘુનીતિ વડીનીતિને દ્રષ્ટિયે જોઈ પૂંજી અણુંજાણહ જસ્સગ્ગો કહીને પરઠવે પછી ત્રણવાર વોસિરે વોસિરે કહે, ૩ ત્રણગુપ્તિ : ૧ મનગુપ્તિ, ૨ વચન ગુપ્તિ, ૩ કાયગુપ્તિ. મનગુપ્તિના ૩ ભેદ : ૧ અસત્યકલ્પ વિયોજિની તે આર્ત્તરૌદ્ર ધ્યાનને અનુયાયી તે શત્રુ તથા રોગાદિક માઠી વસ્તુની અપેક્ષાયે હિંસાદિક આરંભ સંબંધિ, મનોયોગની નિવૃત્તિ તે અશુભ ધ્યાન અથવા ભાવનાથી મનને નિવૃત્તાવવાને પ્રસ્તાવે થાય છે તે, ૨ સમતાભાવિની સિદ્ધાંતને અનુસારે ધર્મ ધ્યાનની અનુયાયી ભાવનામે કરી સહિત પરલોક સાધક એવી સમતા પરિણામરૂપ મનોયોગ નિવૃત્તિ તે, એ ગુપ્તિનો અવકાશ શુભ ભાવના અને શુભ ધ્યાનના અભિમુખ કાળે થાય, ૩ આત્મરમણતા-શૈલેશીકરણ કાલે સકલ મનોયોગ નિવૃત્તિ
તે.
વચન ગુપ્તિના ૨ ભેદ - ૧ મૌનાવલંબિની હોંકારો ખોંખારો પાષાણ કાષ્ટનું ફેંકવું નેત્ર પલ્લવી કરપલ્લવી પ્રમુખ છાંડીને મૌન રહેવું તથા સકલ ભાષાયોગનું રૂવું તે, ૨ વાગ્ નિયમિની ભણવું ભણાવવું પૂછવું પ્રશ્નોત્તર દેવો ધર્મોપદેશ દેવો પરાવર્તના પ્રમુખના કાળે યતના પૂર્વક લોકને તથા શાસ્ત્રને અનુસારે મુખે વસ્ત્રાદિક દઇને બોલતા જે સાવદ્ય યોગની નિવૃત્તિ તે.
કાય ગુપ્તિ બે પ્રકારે : ૧ શ્રેષ્ઠા નિવૃત્તિ રૂપ તે કાર્યોત્સર્ગ અવસ્થાયે કાયયોગની સ્થિરતા અથવા સકળ કાયયોગનું રૂધવું તે, ૨ યથાસૂત્ર શ્રેષ્ઠા નિયમિત તે શાસ્ત્ર અનુસારે સુવું બેસવું મૂકવું લેવું
Jain Education International
૧૭૦
For Personal & Private Use Only
www.jainelibrary.org