________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વિદ્યા મળવી દુર્લભ છે તેમાં પણ કવિત્વ પણું પ્રાપ્ત થવું દુર્લભ છે. તેમાં પણ શક્તિ ઉત્પન્ન થવી દુર્લભ છે.
૧૪૩. પ્રાય : કરીને સજ્જનોનેજ ઉપદેશ દેવાલાયક છે પરંતુ જડાશયવાળા જીવોને નહિ. સુગંધને વહન કરવાવાળા છોડને કુસુમો હોય છે. પરંતુ જળોને હોતા નથી.
૧૪૪. રોગ, શોક, પરિતાપ, વ્યસન, વધબંધન, અને દુઃખ આ સર્વે પોતાના કરેલ અપરાધોનાં ફળો મનુષ્યોને મળે છે.
૧૪૫. પક્ષિયોને વિષેકાગડો ચંડાલ છે. પશુઓને વિષે ગધેડો ચંડાલ છે. મનુષ્યોને વિષે ક્રોધી ચંડાલ છે. અને સર્વેને વિષે નિંદક ચંડાલ ગણાય છે.
૧૪૬. પક્ષિઓમાંકાગડો ચંડાલ છે પશુઓની અંદર કુતરો ચંડાલ છે. મુનિયોમાં ક્રોધી ચંડાલ છે અને સર્વેમાં નિંદક ચંડાલ છે.
૧૪૭. સજ્જન પુરુષોની જે નિંદા કરે છે તે પોતાના આત્માનેજદોષિત કરે છે. કારણ કે આકાશમાં ધુળ ઉડાડનારની ધુળ પોતાની જ આંખમાં તેમજ પોતાના જ મસ્તક ઉપર પડે છે.
૧૪૮. અસન્માનથી તપની વૃદ્ધિ થાય છે અને સન્માનથી તપનો ક્ષય છે. કોઈ આપણી પૂજા કરે છે તો તેથી પૂર્વ ભવના આપણા પુન્યની હાનિ થાય છે અને કોઈ નિંદા કરે છે તો તેથી આપણી સદ્ગતિ થાય છે માટે પુન્યશાળી મનુષ્યોએ માન અપમાન તથા પોતાની પૂજા તથા નિંદાને વિષે હર્ષ શોક કાંઈપણ કરવો નહિ.
૧૪૯. નિરંતર અભ્યાસ કરે તો મુર્ણપણું રહેતું નથી તથા પરમાત્માનો જાપ કરે તો પાપકર્મ લાગતું નથી. તથા મૌન ધારણ કરે તો કલેશ થવાનો સમય આવતો નથી.તેમજ નિદ્રાનો ત્યાગ કરી જાગૃત રહેનારને ભય ઉત્પન્ન થતો નથી આ વચનો સજ્જને બરાબર
( ૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org