________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૧૩૫. જે ગુણો તે રૂપને શોભાવે છે તથા જે શીયલ તે કુલને શોભાવે છે તથા જે સિદ્ધિ તે વિદ્યાને શોભાવે છે અને જે ભોગ તે ધનને શોભાવે છે.
૧૩૬. ધીર પુરુષોનું ભૂષણ વિદ્યા છે તથા મંત્રીયોનું ભૂષણ રાજા છે. તથા સ્ત્રીયોનું ભૂષણ પતિ છે અને સર્વેનું ભૂષણ શીયલ છે.
૧૩૭. મોટી નદીને વિષે પડી તરવાપણું તથા મહાપુરુષોની સાથે વિગ્રહ કરવો, તથા ઘણા માણસોના સાથે વિરોધ કરવો આ ત્રણને બુદ્ધિમાન માણસોએ દુરથી ત્યાગ કરવાં.
૧૩૮. ડાહ્યા માણસે વિષમ-ખરાબ વૃક્ષ ઉપર ચડવું નહિ તથા જીર્ણ થઈ ગયેલ નાવને વિષે બેસવું નહિ. તથા કુવાને વિષે પાણી જોવું નહિ. આવી રીતે વર્તન કરી આત્માનું રક્ષણ કરવું પણ વિપરીત કરી આત્માનો વિનાશ કરવો નહિ. આ વાત વિશેષલક્ષમાં રાખવા જેવી છે.
૧૩૯. સિદ્ધમંત્ર ઔષધ, ધર્મ, ઘરનું છિદ્ર, મૈથુન, ખરાબ વસ્તુનું ભક્ષણ તથા સાંભળેલું ખરાબ વચન આટલા પ્રકાશ કરવાં
નહિ.
૧૪૦. આકારના, વિષયના, ધનના અને જીવિતવ્યના લોભી મનુષ્યો આ ઉપરોક્ત ચારેની તૃષ્ણામાં મુગ્ધ થયેલા ભૂતકાળમાં ગયા છે વર્તમાનમાં જાય છે. અને ભવિષ્યમાં જશે પણતેઓની તૃષ્ણા શાન્ત થતી નથી.
૧૪૧. શાસ્ત્રકાર કહે છે કે પરોપકારમાં રહેલા જીવોએ કદાપિ કાળે દુર્જનની સાથે સોબત કરવી નહિ, તેજ મોટું તત્ત્વ છે.
૧૪૨. પ્રથમ તો મનુષ્ય જન્મની પ્રાપ્તિ દુર્લભ છે.તેમાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org