________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરવું.
૧૨૯. ક્ષમાના સમાન બીજો એક પણ તપ નથી. તથા સંતોષ થકી બીજુ એક પણ સુખ નથી તથાણ્ણા થકી બીજો એક પણ ઉત્કૃષ્ટ વ્યાધિ નથી અને દયા થકી બીજો એક પણ ઉત્કૃષ્ટ ધર્મ નથી.
૧૩૦. દાન આપનાર માણસ ભોગી થાય છે. તથા વૃદ્ધ પુરુષોની સેવા કરવા થકી બુદ્ધિમાન થાય છે. તથા અહિંસા કરનાર માણસદીર્ધાયુષી થાય છે આવું પંડિતો કથન કરે છે.
૧૩૧. વિદ્યાના સમાન બીજી એકપણ ચક્ષુ નથી તથા સત્યના સમાન બીજુ એક પણ તપ નથી તથા રાજાના સમાન બીજુ એક પણ દુઃખ નથી. અને ત્યાગના સમાન બીજુ એક પણ સુખ નથી.
૧૩૨. મક્ષિકા વ્રત ફોડલા વિગેરેને ઇચ્છે છે રાજાઓ પૈસાની ઇચ્છા કરે છે, નીચા માણસો નિરંતર કલેશની ઇચ્છા કરે છે. અને સજ્જન (સાધુ) પુરુષો નિરંતર શાંતિની ઇચ્છા કરે છે.
૧૩૩. નદીના કાંઠાને વિષે રહેલાં વૃક્ષો નાશ પામે છે તથા જેની સ્ત્રી નિરંકુશ હોય તે નારી પણ વિનાશ પામે છે. તથા તંત્રી વિનાનો રાજા પણ વિનાશને પામે છે. માટે સુજ્ઞ જીવોયે તે થકી બચવા પ્રયત્નો કરવા.
૧૩૪. ગુણોની પ્રશ્ન પૃચ્છા કરો પણ રૂપની નહિ કારણ કે ગુણ વિનાનુંરૂપ શોભી શકતું નથી. તથા શીયલનું પૂછો પણ કુળનું નહિ કારણ કે કુળ સારું હોય પણ શીયલ ન હોય તો કામનું નથી અને રૂપ રહિત હોય છતાં શીયલનું પ્રતિપાલન કરનાર હોય તો તેથી તે મહાન રૂપવાળો ગણાય છે. શીયલ છેતેજ મનુષ્યોનું સાચું રૂપ છે સિદ્ધિનું પૂછો પણ વિદ્યાનું નહિ કારણ કે સિદ્ધિ વિનાની વિદ્યા કાંઈ કામની નથી અને ભોગની પૃચ્છા કરો પણ ધનની નહિ કારણ કે ભોગ વિનાની લક્ષ્મી શું કામની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org