________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ગણાય છે.
૭૮. રાજાની સ્ત્રી ગુરૂની સ્ત્રી તથા ભાઈની સ્ત્રી પોતાની સ્ત્રીની માતા તથા પોતાની માતા આ પાંચે ત્રીયો માતા સમાન
છે.
૭૯. જે પરાધીન હોય તેનો જન્મ વૃથા જાણવો તથા પર સ્ત્રીનું સુખ પણ વૃથા જાણવું તથા પારકાના ઘરને વિષે રહેલી લક્ષ્મી પણ વૃથા જાણવી અને પુસ્તકને વિષે વિદ્યા હોય તે પણ વૃથા જાણવી.
૮૦. પોતાની સ્ત્રીને વિષે તથા ધનનેવિષે તથા ભોજનને વિષે આ ત્રણને વિષે સંતોષ કરવો પણ દાન આપવામાં તથા તપ કરવામાં તથા ભણતા ભણાવવામાં સંતોષ કરવો નહિ.
૮૧. નક્ષત્રોનું ભુષણ ચંદ્રમાં છે તથા સ્ત્રીયોનું ભુષણ પતિ છે તથાપૃથ્વીનું ભુષણ રાજા છે તથા જે વિદ્યા તે સર્વસ્વનું ભુષણ
છે.
૮૨. લાડ કરવાથી ઘણા દોષો ઉત્પન્ન થાય છે અને તાડનાકરવાથી ઘણા ગુણો પ્રાપ્ત થાય છે માટેગુરુએ શિષ્યને અને પિતાએ પુત્રને તાડના કરવી પરંતુ લાડ કરવા નહિ
૮૩. પુત્ર થકી બીજો ઉત્કૃષ્ટ કોઈ લાભ નથી તથા સ્ત્રી થકી અધિક કોઈ સુખ નથી તથા ધર્મ થકી કોઈ ઉત્તમ મિત્ર નથી અને જુઠું બોલવા થકી બીજું એક પણ પાપ નથી.
૮૪. જાયા થકી પાંચ હાથ દુર રહેવું તથા શીંગડા વાળા જનાવરોથી દસ હાથ દુર રહેલું તથા ઘોડા થકી સો હાથદુર રહેવું તથાહસ્તિ થકી હજાર હાથ દુર રહેવું અને દુર્જન રહેતો હોય તે દેશ ત્યાગ કરી તેનાથી દુર રહેવું.
૮૫. બુદ્ધિમાન મનુષ્યોએ થોડાને માટે ઘણાનો નાશ કરવો
M૭૩)
93
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org