________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ શાન્તિથી વિદ્યા ગ્રહણ કરી શકશે.
૭૦. જન્મ થકી અંધ માણસ દેખતો નથી કામાંધ માણસ પણ દેખતો નથી તથા મદોન્મત્ત માણસ પણ દેખતો નથી અને અર્થી (સ્વાર્થી માણસ) દોષને જોતો નથી.
૭૧. આત્મા પોતે જ કર્મને કરે છે અને કરેલા કર્મનું ફળ પોતે જ ભોગવે છે સંસારમાં પરિભ્રમણ પણ પોતે જ કરે છે અને કર્મ થકી મુક્ત પોતે જ થાય છે.
૭૨. દેવુ કરનાર પિતા પુત્રનો શત્રુ ગણાય છે અને વ્યભિચારી માતા પણ શત્રુ ગણાય છે અવિનયી સ્ત્રી પણ શત્રુ કહેવાય છે અને નહિ ભણેલો પુત્ર પણ શત્રુ ગણાય છે.
૭૩. પૃથ્વી સત્યના બળથી ટકી રહે છે તથા સત્યના પ્રભાવથી જ સુર્ય તપે છે પવન પણ સત્યના પ્રભાવે જ થાય છે કિં બહુના સર્વ સત્યને વિશે જ રહેલ છે.
૭૪. ઈર્ષાળુ હિંસા કરનાર, અસંતોષી ક્રોધી નિરતર શંકાશીલ તથા પારકાના ભાગ્યના ઉપર જીવનાર આ છ સદા દુખના જ ભાગીદાર હોયછે.
૭૫. જે ક્રોધ તે અનર્થનું મુળ છે તથા ક્રોધ સંસારની વૃદ્ધિ કરવા વાળો છેક્રોધ ધર્મનો જય કરનાર છે માટે ઉત્તમ જીવોયે ક્રોધનોત્યાગ કરવો જોઈએ.
૭૬. પ્રાણ કંઠે આવે તો પણ કરવા લાયકકાર્યો જરૂર કરવાં અને પ્રાણ કંઠે આવેતો પણ નહિ કરવા લાયક કાર્યો કરવાં નહિ.
૭૭. પોતાનું ઉપાર્જન કરેલું ધન ભોગવવું ઉત્તમ છે પિતાએ ઉપાર્જન કરેલું ધન ભોગવવું તે મધ્યમ છે તથાભાઈએ ઉપાર્જન કરેલું ધન ભોગવવું એ અધમ છે અને સ્ત્રીનો પૈસો ભોગવવો તે અધમાધમ
ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org