________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મિત્રનો ઘાતક ૪ ગાયનો ઘાતક ૫ વિશ્વાસુનો ઘાતક ૬ બ્રાહ્મણનો ઘાતક ૭ મદિરા પાન કરનાર ૮ અને ચોર ૯ આ સર્વ મરીને નરકમાં જાય છે.
૪. મિત્રના દ્રોહ કરનારની ૧ તથા કૃતઘ્ન માણસનીર તથા સ્ત્રીની હત્યા કરનારાની ૩ તથા ચાડી ચુગલી કરનારાની આ ચારેના વિસ્તારની વાર્તા સાંભળવામાં આવી નથી.
૫. જે માણસોમિત્રના દ્રોહીયો હોય તથા કૃતઘ્ન હોયતથા વિશ્વાસઘાતી હોય તે માણસોસુર્ય ચંદ્ર જયાં સુધી તપે છે ત્યાં સુધી નરકને વિષે વાસ કરે છે.
૬. જે માણસ પોતાના ગુરૂની પત્ની તથા પુત્રી પ્રત્યે તથા મિત્રની પત્ની પ્રત્યે તથા સ્વામિની સ્ત્રી પ્રત્યે તથા સેવકની ભાર્યા પ્રત્યે ગમન કરે છે તે માણસ આ લોકને વિષે બ્રહ્મહત્યા કરનાર કહેવાય છે.
૭. મુર્ખ માણસો પંડિતો ઉપર દ્વેષ કરે છે અને અસતી સ્ત્રીયો કુલીન સતી સ્ત્રીઓ ઉપર દ્વેષ કરે છે.
૮. સર્પોના તથાદુર્જન પુરૂષોનાથા પર દ્રવ્યને હરણ કરનારાઓના અભિપ્રાયો સિદ્ધ થતા નથી અને તેથી કરીને જ આ જગત ટકી રહે છે.
૯. સજ્જન પુરૂષો વારંવાર બોધ કરે છે ને તે પાપી પુરૂષ સાંભળે છે છતાં પણ તે પોતાના દુરાત્મપણાને ત્યાગ કરતો નથી જેમ કોલસાને ઘસે તો પણ નિર્મલ થતો નથી તેમ સજ્જનના ઉપદેશથી પણ દુર્જન દુર્જનપણું છોડતો નથી સજ્જન થતો નથી.
૧૦. જીવહિંસા ચોરી અને પરસ્ત્રી ગમન આ ત્રણ પાપોને ઉત્તમ પ્રાણી પોતાની કાયાથી કાયમને માટે ત્યાગ કરે.
૬૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org