________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ થયા ત્યાં ધીર રાજાના નગરને વિષે એક શ્રેષ્ઠીને પર્વને વિષે સદા સર્વાગી લાભ થાય છે, અન્યથા હાનિ પણ થાય છે, તેથી તેમણે જ્ઞાનીને પુછવાથી જ્ઞાનીએ કહ્યું કે તે પૂર્વભવે દુઃખદ અવસ્થાને વિષે પણ નિયમથી યથાશક્તિ પર્વ દિવસોને પાળ્યાછે, અન્યદા વ્યાખ્યાનાદિ વિગેરે પ્રમાદ પણ કર્યો છે તેથી પુચકાર્યને વિષે હાનિ પણ થાય છે, તેથી કુટુંબ સહિત પર્વ દિવસને વિષે અપ્રમત્તપણે સર્વ શક્તિ વડે પર્વારાધન કરે છે. અને વ્યવહાર શુદ્ધિથી વાણિજયાદિકને વિષે પણ દ્વિતીયાદિ તિથિયોને વિષે થોડો થોડો આરંભ કરે છે, અને તમામ ગ્રાહકો પણ વિશ્વાસ પામીને તેની દુકાનેથી જ લે છે. તે પણ તેવા ગ્રાહકોના જોડે વિશ્વાસથી જ વ્યાપાર કરે છે, બીજા જોડે નહિ, તેથી થોડા દિવસમાં કનક કોટીશ્વર થયો.
આવી રીતે દેખીને ઇર્ષ્યાખોર બીજા વાણિયાઓએ આ વાણિયાને કનકકોટિ ઉપાર્જન કરેલી છે, એવો રાજા પાસે જઈને ચાડી ખાધી. ત્યારબાદ રાજાએ બોલાવી પુછવાથી મેં સ્થૂલ મૃષાવાદ અને અદત્તાદાનનો નિયમ ગુરૂ પાસ કરેલો છે. આવી રીતે કહ્યાં છતાં પણ આ ધર્મ ધૂર્ત છે,એમ વાણિયાઓએ રાજાને ભંભેરવાથી રાજાએ તમામ દ્રવ્ય લઈ લીધું, તેથી તે વિચાર કરે છે કે આજે પાંચમ છે. માટે મને અવશ્ય કોઈ પણ પ્રકારનો લાભ થશેજ આવું જાણી પૌષધ કર્યો પ્રાતઃકાળે રાજાયે પોતાના ઘર તથા ભંડારહીરા, મણિ, સુવર્ણથી ખાલી દેખી અને શ્રેષ્ઠીનું ઘરતેજ વસ્તુઓથી ભરેલું દેખી વિસ્મય અને ખેદ પામી રાજા શ્રેષ્ઠીપાસે, જઈ તેને ખમાવે છે તથા પુછે છે કે આમ કેમ થયું ? ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે હું કાંઈ જાણતો નથી,પણ પર્વના દિવસે પુન્યોદયથી મને લાભ જ થાય છે. તે સાંભળી રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું અને છપર્વી પૌષધ કરવાનો નિયમજાવજીવ
૫ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org