________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
CT દષ્ટાંત બીજુO આમ્રવૃક્ષના ફળોએ આંબા કહેવાય છે.અને કેરીઓ કહેવાય છે. રાયણના ફલોવેરાયણ કહેવાય છે બજારમાં તેઓ બંને જણા ફળો વેચવાને માટે બેસે છે. આવનારા માણસોને કહે છે કે ભાઈ આંબા લેશો કે રાયણ ! એટલે લોકો બોલે છે. ના, રાયણ, એટલે આંબા નહિ લઇએ તેને ના કહી અને રાયણ લેશું, આ ચાર અક્ષરને એકત્ર કરવાથી નારાયણ-કૃષ્ણનું નામ થાય છે. તેથી તે પુરૂષના ઉપરકૃષ્ણ મહારાજ તુષ્ટમાન થઈ રાજ્યાદિક તેને આપે છે, એવી રીતે નારાયણના નામ માત્રથી જયારે રાજ્યાદિકની પ્રાપ્તિ થાય છે, તો પ્રતિક્રમણથી ચૌદ રાજલોકનું સ્વામી પણું અર્થાત્ મોક્ષ મળે તેમાં શું આશ્ચર્ય હતું ?
1 દષ્ટાંત ત્રીજુંDO પાટણમાં ભીમ રાજાને સજ્જન નામનો બાર વ્રત ધારી શ્રાવક શિરોમણી મંત્રી હતો. તે બુદ્ધિનો નિધાન તથા સાંજ સવાર ઉભય ટંક સદાકાળ પ્રતિક્રમણ કરનારો હતો. તે ગામમાં રૂપની નિધાન બુદ્ધિનો ખજાનો સૌભાગ્યના સમુદ્ર સમાન સહસ્ત્રકલા નામની વેશ્યા હતી. તે કોઈ પુરૂષ સામાન્ય હોય તેને ઇચ્છતી ન હોતી.રાજા તેના ઉપર મોહ પામી પોતાની પટરાણી થવાનું તેને કહે છે તેણીયે કહ્યું કે હું રાજય કાયદા ચૂકાવું રાજ્યવ્યવહાર ચલાવું. એવો પરવાનો આપ તો તારી રાણી થાઉં.રાજા એ પણ તેના દિવ્યરૂપથી મોહ પામી તે પ્રમાણે કર્યું. નિરંતર તે સભામાં કાયદા ચૂકાવે છે. એકદા અરિકેસરી રાજાને મારવા માટે રાજા જવા તૈયાર થયો. તે દેખીને તે બોલી કે રાજય હું કરૂ છું, કાયદા હું ચૂકાવું છું. ને રણસંગ્રામ કરવા તું
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org