________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ છોડીને કરવું જોઇએ જો ઉપરોક્ત દોષો ન છોડે તો સામાયિકનું ફળ વ્યર્થ જાય.
કોઈક નગરને વિષે કોઈક ધનાઢય મિથ્યાદષ્ટિ શ્રેષ્ઠિ પાત્રાપાત્રનો વિચાર કર્યા સિવાય દાનના દક્ષપણાથી લાખ ખાંડી સોનું દાન આપ્યા પછી ખાટલાથી નીચે ઉતરતો હતો. તેની પાડોશણ એક વૃદ્ધ ડોશી શ્રાવિકા નિરંતર સામાયિક કરતી હતી એકદા કોઈપણ પ્રકારનાં અંતરાયના ઉદયથી બંનેને દાન અને સામાયિક બની શકતા નહિ. બંને શોક કરે છે વૃદ્ધ ડોશીને ખેદ થયો જાણી શેઠ તેને કહે છે કે અહો ! વસ્ત્રના ટુકડાને લઇને હાથને પંજયા નહિ તેમાં તારું પુજ્ય શું ગયું ? તેથી તું ખેદ કેમ કરે છે ? કારણ કે તેમાં કોઈ લક્ષ્મીનો વ્યય તો જણાતો નથી. જો એવી રીતે કરવાથી ધર્મ પ્રાપ્ત થાય તો સર્વે લોકો એમજ કરત. લાખ ખાંડી સોનું દાન કોઈ નિરંતર કરતું નથી. ડોશીએ કહ્યું કે એવું ન બોલ મારી સામાયિકને તોલે તારૂં લાખ માંડી સોનું દાન કદાપિ કાળે આવે નહિ. ત્યારબાદ શેઠ આર્તધ્યાનથી મરીને વગડામાં હસ્તિ થયો. અને રાજાયે તેને પકડાવી પોતાનો પટ હસ્તિ કરી શાળામાં બાંધ્યો ડોશી સામાયિકના ધ્યાનથી મરીને તેજ રાજાની પુત્રી થઈ. રાજમાર્ગે જતાં તે હસ્તિને પોતાનું ઘર દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે ભૂમિ ઉપર પડયોકોઈ રીતે ઉઠે નહિ. સર્વે જાવાને માટે આવ્યા, રાજકુમારી પણ જોવા આવી. તે પણ પોતાનું ઘર દેખી જાતિસ્મરણ જ્ઞાન પામી. પછી રાજકુમારીએ કહ્યું કે હે શેઠ ! ઊઠ, ભ્રાંતિ ન કર. તું લાખ ખાંડી સોનાનું દાન આપવા છતાં પણ હસ્તિ થયો. અનેહું સામાયિકકરવાથી રાજાની પુત્રી થઈ તેથી જ સામાયિક દાન કરતાં બહુ ગુણવાળું છે.એ વચન સાંભળી હસ્તિ જલ્દી ઉઠયો રાજાદિકને મહાઆશ્ચર્ય થયું.રાજકુમારીને
ભાગ-ર ફર્મા-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org