________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જીવોને વિષે પ્રવર્તન કરવું તેજ સામાયિક કહેવાય છે. અથવા રાગદ્વેષના વિરહ કરી જેને વિષે પ્રધાન રીતિ ધારણ કરી સમ્યક પ્રકારે બોલવું કથન કરવું તેજ સામાયિક કહેવાય છે. અથવા રાગદ્વેષનો જેને વિષે સમાસ સંક્ષેપ કરવો તેજ સામાયિક કહેવાય છે. અથવા જેને અંગીકાર કરવાથી લવલેશ માત્ર પાપનો પ્રચાર રહેતો નથી તેજ સામાયિક કહેવાય છે અથવા સમંતાતુ પાપનો પરિહાર કરવાથી શાંતતાદિ જ્ઞાન જેને વિષે ઉત્પન્ન થાય છે, તેજ સામાયિક કહેવાય છે. અથવા ગુરૂમહારાજને સાક્ષી રાખી નિવૃત્તિ માર્ગને અંગીકાર કરવા પ્રત્યાખ્યાન કરવું. આશ્રવદ્રાર થકી વિરામ પામવું તેજ સામાયિક કહેવાય છે.
(સામાયિ 7)
उत्तराध्यनसूत्रे २९ में अध्ययने सामाइयेण भंते, जीवे किं जणइ गोयमा समाइयेणं सावज्जजोगंविरहं जणइ ।
ભાવાર્થ : હે ભગવન્! સામાયિક વડે કરીને જીવ શું ઉપાર્જન કરે ! હે ગૌતમ ! સામાયિક વડે કરી જીવ સાવદ્ય યોગની વિરતિ કરે છે.
(સામાયિકના ૩૨ દોષ) ૧૦ મનના દોષ : (૧) દુમને દેખી બળવું, (૨) અવિવેકી વાતમાં શોક કરવો, (૩) તત્ત્વનું ચિંતવન કરવું નહિ, (૪) મન વ્યાકુલ રાખવું, (૫) માનની ઇચછા કરવી, (૬) વિનયની બાબતનો શોક કરવો નહિ (૭) ભયનો વિચાર કરવો, (૮) વેપારની ચિંતા કરવી, (૯) રૂપનો સંદેહ કરવો, (૧૦) નિયાણું બાંધવું (ફળનો સંકલ્પ કરી ધર્મક્રિયા કરવી.)
- ૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org