________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ નહિ. હું દેવાને અડધો ભાગ આપીશ.એવી તેણે ધારણા કરી. પછી તે બન્ને જણા કોઈક મોટા ગામમાં આવ્યા ત્યાં જસાયેતે કુંડલને છાની રીતે વેચ્યું. અને તે દ્રવ્યથી તથા સાથે લાવેલ દ્રવ્યથી બન્ને જણાયકેટલીક વસ્તુ ખરીદી. પછી પોતાને ગામ બન્ને જણા આવ્યા ત્યાં પોતાની વસ્તુ વહેંચી લઈ દેવાએ કહ્યું કે આટલી બધી વસ્તુ તારે શી રીતે આવી ? કારણ કે આપણા પાસે એટલું બધું દ્રવ્ય તો નહોતું એટલે જસાએ કહ્યું કે મે કુંડલ લીધું હતું, તેને વેચી દેવાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી આ વસ્તુ ખરીદી છે. એટલે દેવાયેકહ્યું કે હું તેમાંથી ભાગ લેવાનો નથી. જો ભાગ લઉં તો મારૂ દ્રવ્ય હોય તે પણ ચાલ્યું જાય જસો બોલ્યો કે જો તારો એવો વિચાર હોયતો તારી મરજી પછી દેવાએ પોતાના દ્રવ્યથી લીધેલી વસ્તુઓ જ લીધી, અને બીજી બધી જસાને પાછી આપી દીધી કર્મના યોગે તેજરાત્રિએ ચોર આવ્યા અને જસાની તમામ વસ્તુ ઉપાડી ગયા. સવારે ગામમાં વસ્તુની અછત હોવાથી વસ્તુના ભાવ વધ્યા,એટલેદેવાને પોતાની વસ્તુના સારા પૈસા ઉપજ્યા એટલે તે સુખી થયો અને જસો નિર્ધન થઈને દુઃખી થયો. ત્યારબાદ દેવાએ તેને કેટલીક લક્ષ્મી આપીને સુખી કર્યો. તેથી તે પણ દેવાની જેવો શ્રાવક થયો,અને વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય મેળવવા માંડ્યો તેથી તેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ પછી દિવસે દિવસે લક્ષ્મી વધવા માંડી માટે ઉત્તમ પુરૂષોએ નિરંતર ન્યાયથી જ લક્ષ્મી ઉપાર્જન કરવાઉજમાળથવું.
CT સામાયિક શબ્દનો અર્થ છે
સમ =રાગદ્વેષના વિરહપણા થકી, સમ =મધ્યસ્થ અને અયો-- અમને અર્થાત્ મધ્યસ્થતાને વિષે મગ્ન થવું. એકાંત પ્રશાંતતાને વિષે રક્ત રહેવું તેજ સામાયિક કહેવાય છે અથવા સમ્યફ પ્રકારે દયાપૂર્વક
૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org