________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ માસ ઉપર અર્થે માર્ગે કોઇક નગરને વિષે ગયા.વહાણો નાંગર્યા. સેવકો ચિંતાતુર છે, દાણને લેતા નથી. વ્યાપારીઓએ કહ્યું કે તમો ચિંતાતુર કેમ છો ? તેથી લોકોએ કહ્યું કે રાજાનો પુત્ર દાહજવરથી મરી જાય છે, બહુ ઉપાય કરવાથી વ્યાધિ શાન્ત થતો નથી બીજો ઉપાય નહિ મળવાથી પરદ્વીપનાં બીજોરાં મળે તો જ શાન્ત થાય, નહિ તો પુત્ર મરે તેઅવસરે રાજાનો પડહ આવ્યોતે બોલે છે કે કોઈ પરદ્વીપનાં બીજોરા આપશે, તેને રાજા કુમારના ભારોભાર સુવર્ણ આપશે. માટે બીજોરાં આપો અને સુવર્ણ લ્યો. તે લોકોએ વિચાર્યું કે અહો ! બીજોરાં ધનદત્તના છે, તેને પણ ધન બહુ થાઓ ને અમોને પણ લાભ થશે. દાણ નહિ લે, મૂકી દેશે,તેથી એક બીજોર આપ્યું કુમારેતે ખાધું કે તરતજ છ માસનો દાહજવર શાન્ત થઈ ગયો. રાજાએ કુમારની ભારોભાર સુવર્ણ વ્યાપારીને આપ્યું અને દાણ માફ કર્યું. કાળાંતરે ઘરે આવ્યા સુવર્ણ તેની સ્ત્રીને આપ્યું.તેણીએ જાણ્યું કે ધર્મ પ્રભાવ થકી મળેલુ છે, માટે પોતાનું ઘર નવીન કર્યું.છોકરાં છોકરીઓનો વિવાહ કર્યો. સાધર્મિકોનું વાત્સલ્ય કર્યું.અનુક્રમે પૈસા ઉપાર્જન કર્યા વિના ધનદત્ત કુશળતાથી ઘરે આવ્યો ઘરને વિભૂષિતદેખીને વિચારે છે કે મારી સ્ત્રી ધર્મિષ્ઠ છે પરંતુ કુશીલા છે. અન્યથા નવીન ઘર ક્યાંથી થાય? ત્યારબાદ સ્ત્રીએ તમામ વ્યતિરેક કહ્યો, સંતોષ થયો. ધર્મનું ફળ દેખી ધરમને વિશે ઉદ્યમવાળો થયો. સુખેથી વ્યવહાર શુદ્ધિ કરીને છેવટે દીક્ષાને અંગીકાર કરી મોક્ષે ગયો.
વ્યવહાર શુદ્ધિ ઉપર સોમરાજાનું દૃષ્ટાંત TO ચંપાનગરીમાં સોમ નામન રાજા હતો, અને તે દાતાર હોવાથી લોકોને દાન ઘણું જ આપતો હતો. હવે એકદા પ્રસ્તાવે સૂર્ય ગ્રહણ નજીક આવ્યું, તેથી તેણે મંત્રીને બોલાવીને પુછયું કે આ નગરીમાં ખરું
૩૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org