________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તે વાત જાણીને ધનદત્તે તેને કહ્યું કે અહો ! શ્રાવક પણું ? ભેંસના દુધથી કુટુંબનું પોષણ કરે છે, ધર્મને વિષે અતિચારને જાણતો નથી, માટે મારે તેને બોધ કરવો જોઇએ એમ ચિંતવીને કહ્યું એટલે તે બોલ્યો કે ભેંસો અજ્ઞાન છે, તેને નિવારણ કરવું અશક્ય છે, માટે તું જે દુધપાન કરે છે તેનું પાપ મને હો.એમાં કાંઈ પણ દોષ નથી,તેણે નમસ્કાર વડે કહ્યું કે હું તો જઈશ. ત્યારે ઘરધણીએ કહ્યું કે જાઓ, ફરીથી તમારા દર્શન મને થજો. ધનદત્ત જેટલું દ્રવ્ય મેળવ્યું તેટલું ખાધું તેવામાં તો પોતાના સાથે વહાણમાં આવેલા સાર્થવાહોએ બહુ દ્રવ્યમેળવી વિવિધ વસ્તુ લઈને જળમાર્ગેજવાથી ઇચ્છા કરી અને ધનદત્તને કહ્યું કે હે મિત્ર ! અમો અમારા દેશમાં જઇએ છીએ, કારણ કે દેશ વિદેશમાં ગયા પછી તમામ પ્રકારનું કદાચ સુખ થાય તો પણ પોતાનો દેશ જ હૈયામાં રોજ ખટકયાકરે છે, માટે તારે પણ આવવું. તે કહે છે કે હું શું લઈને આવું ? દ્રવ્ય ઉપાર્જન નથી કર્યું. દ્રવ્ય વિનાનો પુરુષ મડદા પ્રાય છે કહ્યું છે કે : पुत्ताइ सीसा य समं विभत्ता, रिसीइ देवाइ समं विभत्ता । मुक्खा तिरिकायसमं विभत्ता, मूवा दरिद्दा य समं विभत्ता ॥१॥
ભાવાર્થ : પુત્રો અને શિષ્યો સમાન કહેલા છે, ઋષિ અને દેવો સમાન કહો છે, મૂર્ખને અને તિર્યંચોને સમાન કહેલા છે, મૃત્યુ પામેલા અને દરિદ્રોને સમાન કહેલા છે, માટે કેમ કરી આવું ? તે લોકોએ કહ્યું કે ત્યારે બાળબચ્ચાને ભક્ષણ કરવા કાંઈક દ્રવ્ય દે.તેણે કહ્યું કે કાંઈ દ્રવ્ય તો નથી પણ અહીં અત્યંત મીઠા, શીતળ અત્યંત લાંબી તૃમિને ગરમીને નાશ કરતાં અને મહા મૂલ્યવાળા બીજોરાં છે, તે લઈ જઈને બાળકોને આપજો અને કહેજો કે દ્રવ્ય મળશે ત્યારે ઘરે આવીશ. મારી સ્ત્રીને પણ કહેજો કે તું તારા ધર્મનું પ્રતિપાલન કરજે, સર્વ સારું થશે. તે ત્યાંથી ગયા. અત્યંત પવનના વેગથી ત્રણ
ન ૩ર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org