________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
નાખવાથી મનેહાથમાં દેડકો મળ્યો.
હવે જલગંભીર નગરને વિષે એક ગાથાપલિકા વિધવા બહુ દ્રવ્યવાળી વસે છે. તેને ઘરે આ સાધર્મિક વણિક પુત્ર રહ્યો. તે ઘરે ભોજન કરે છે. પ્રતિ માસે કાંઇક દ્રવ્ય આપે છે. તે પણ સાધર્મિક જાણીને તેની સેવા કરે છે. તે શ્રાવિકા અત્યંત કૃપણ છે. રાત્રિએ પાડોશીના દીવાની જ્યોતિથી સુતરને કાંતે છે. તે સુતર ઘર કામમાં આવે છે, કારણ કે કામ વિના કાળ કેવી રીતે પૂર્ણ થાય ? એકદા શ્રાવકે દેખ્યું કે આ પારકાના દીવાથી સુતર કાંતે છે,માટે વ્યવહાર શુદ્ધિ કેમ રહે ? તેથી તેણે પ્રભાતે કહ્યું કે હે શ્રાવિકા ! પુન્ય પ્રભાવિકા ! તું અદત્તાદાન ગ્રહણ કરે છે, માટે તારી વ્યવહાર શુદ્ધિ નથી. તેણીએ કહ્યું કે અરે મુગ્ધ શ્રાવક ! તું તો દુધમાં પોરાં દેખે છે. અમારે વ્યવહાર શુદ્ધિ ન હોય તો ન હો, તેમાં તારે શું ? તેથી ધનદત્તે જાણ્યું કે આ અશુદ્ધિ છે, માટે પોતાની વસ્તુ લઇને તે ચાલી નીકળ્યો. અને જળદુર્ગે ગયો. લોકોને પુછ્યું કે અહીં કોઈ શ્રાવકો છે. લોકોએ હા પાડી તે શ્રાવકો પાસે ગયો. તેમાં એકને સારો દેખ્યો. તેથી તેને ઘેર જઇને રહ્યો સ્વધર્મના પ્રબળપણાથી ધર્મરહિતની સેવાને ત્યાગ કરતો પોતાના ધર્મનું પ્રતિપાલન કરે છે ચિંતવે છે કે : धर्मेण हन्यते व्याधिः धर्मेण हन्यते भयम् ।
धर्मेण जायते सौख्यं यतो धर्मस्ततो जय : ॥ १ ॥
,
ભાવાર્થ : ધર્મથી વ્યાધિ હણાય છે, ધર્મથી ભયને હણાય છે ધર્મથી સુખ વૃદ્ધિ પામે છે, માટે જ્યાં ધર્મ છે ત્યાં જય છે. એકદા વર્ષાકાળ સમયે પારકાના ક્ષેત્રમાંથી ખાઈને હર્ષ પામતી ભેંસો આવે છે, તેથી તે ક્ષેત્રમાં લોકો શેઠ પાસે ફરિયાદ કરે છે. શ્રેષ્ઠિ કહે છે કે હું તેનું નિવારણ કરીશ પણ ભેંસો ચારનારાને ના કહેતો નથી
Jain Education International
૩૧
For Personal & Private Use Only
www.jainelibrary.org