________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ આગ્રહથી પણ હું તે મારો નિયમ પાળીશ.અનુક્રમે તેની માતા મરણ પામી. વ્યાપારનું કામ એવું છે કે અવશ્ય અસત્ય બોલે, વસ્તુનો વિપર્ય કરે, કુડા તોલાં માપાં કરે ત્યાં તે આ કલિયુગમાં ફાવે, પણ આ તો જે પ્રકારે બોલે તે પ્રકારે પાળે, તે પ્રકારે પાળે તે પ્રકારે આપે, એટલે લોકો કહે છે કે આ તો કઠોર છે, આની જોડે વ્યાપાર કરવાનું આપણું કામ નથી, તેથી તેની દુકાને ગ્રાહકો નહિ આવવાથી, બાપની મૂડી બેઠાં બેઠાં ખાવાથી પૈસા ખૂટી ગયા, પરંતુ પોતાના નિયમમાં બીલકુલ દોષનો ભાંગો આવવા દીધો નહિ તેની સ્ત્રી પતિવ્રતા છે, તે કહે છે કે સ્વામિન્ ! આપણી આજીવિકા પુરી થવી પણ દુષ્કર છે, કારણ કે ઘરના ધંધાનું જે પ્રતિપાલન કરવાનું છે. તે સાગરની કુક્ષિ સમાન દુષ્કર છે, એમ કહી તેલ નથી, ઘી ગોળ, લોટ, મીઠું, શાક નથી વિગેરે કહ્યું તે સાંભળી ધનદત્તે વિચાર્યું કે સત્ય છે. આ દેશમાં વ્યવહાર શુદ્ધિ થવી મુશ્કેલ છે, માટે મારે પરદેશ જવું જોઈએ ત્યાં મને જરૂર ધનની પ્રાપ્ત થશે, કારણ કે લિન્તરિતન, देशान्तरितानि, पुरुषान्तरितानि, भाग्यानि सन्ति त्या२वा मुटुंब सहित પોતાની સ્ત્રીને પુછીને તેને આશ્વાસન આપીને પરદેશ પ્રત્યે ચાલ્યો. અનુક્રમે સમુદ્ર તટે ગયો. કારણ કે સમુદ્રમાર્ગે લક્ષ્મી ઘણી મળે છે. તે લક્ષ્મી સમુદ્રની પુત્રી છે. તેમજ પરતંત્ર છે, છતાં પણભાગ્યથી જ મેળવી શકાય છે, કોઈક અભાગીને સમુદ્ર જાત્રામાં નિષ્ફળતા થવાથી તે નીચે પ્રમાણે બોલે છે. सायर तुज्ज न दोसो दोसो अम्हाण पुकम्माणं । रयणायरंभि भरिए, हत्थे मेददुरो लग्गो ॥१॥
ભાવાર્થ : હે સાગર ! તારો દોષ નથી, અમારા પૂર્વ કર્મનો જ દોષ છે. રત્નાકર રત્નોથી જ ભરેલો છે, છતાં મેં અંદર હાથ
(૩૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org