________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
પાત્ર કોણ છે ? તેને હું દાન આપું જેથી પુન્ય કરીને મને સાચું પુન્ય પ્રાપ્તથાય. મંત્રીયે કહ્યું કે એવો સુપાત્ર એક બ્રાહ્મણ છે, પણ તે ન્યાયનું દ્રવ્ય જ લે છે. રાજાનું દ્રવ્ય ન્યાય દ્રવ્ય ગણાતું નથી, કારણ કે રાજ્યદ્રવ્યના પાપનો પાર જ નથી.દાન આપનારો જો વિશુદ્ધ ચિત્તવાળો હોય, અને દાન લેનારો નિર્મલ બુદ્ધિવાળો હોય તો તે દાન ફળીભૂત થાય છે પણ એવો યોગ મળવો બહુ જ દુર્લભ છે. જો એવો યોગ મળી જાય,અને આપવાનું ન્યાય દ્રવ્ય હોય તો ઘણું જ ફળ થાય છે.જુઓ ! સારૂં ક્ષેત્ર હોય તથા સારૂ બીજ હોય તેમજ સારી વૃષ્ટિ હોય તો ધાન્યના ઢગલા થાય છે, પણ જો ધાન્ય કે ક્ષેત્ર સારૂં ન હોય તો સારૂં અન્ન અને ઘણું અન્ન કેવા પ્રકારે પાકી શકે? આ પ્રમાણે મંત્રીનાં વચન સાંભળીને રાજાએ બહુ વિચાર કર્યો પછી શુદ્ધ દ્રવ્ય મેળવવા માટે તેણે બીજે ગામ જઇને મજુરી કરી અને શુદ્ધ દ્રવ્ય મેળવી આવ્યો. પછી સૂર્ય ગ્રહણને દિવસેરાજાએ ઘણા બ્રાહ્મણને એકત્ર કર્યા અને તેઓને ઘણું જ દાન આપ્યું. ત્યારબાદ મંત્રીએ કહેલા નિર્લોભી બ્રાહ્મણને તેડાવ્યો અને હાથ જોડીને રાજાએ તેને દાન લેવાનું કહ્યું ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન્ ! મારે તો રાજ્યપિંડ લેવો કલ્પતો નથી. જે બ્રાહ્મણો લોભી છે તેઓને લેવો હોય તો ભલે, કારણ કે રાજપિંડ મધુ સરિખો મિષ્ટ છે. પરંતુ અંતે ઝેર જેવો છે. તે લઇને ઉત્તમ બ્રાહ્મણ દંડમાં પડવાનું કબૂલ કરતો જ નથી. પુત્રના માંસ કરતાં પણ રાજ્યપિંડ અસાર બહુજ ખરાબ કહેલો છે. હે રાજન્ ! તમે સાંભળો, દસ સોની જેટલો એક બ્રાહ્મણ કહેલ છેકે જેના પાપનો પાર નથી,કેમકે તે બધાયજજમાનોના પાપને લઇને ભારે થાયછે.અને દશબ્રાહ્મણના સમાન એક કુંભાર કહેલ છે, તથા દશકુંભારના સમાન એક શીકારી કહેલ છે,તથાદશ શીકારી સમાન
Jain Education International
૩૪
For Personal & Private Use Only
www.jainelibrary.org