________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
ભાવાર્થ : જિન પ્રવચનની વૃદ્ધિ કરનારા તથા જ્ઞાન દર્શન ગુણોનો પ્રભાવક એવો ઉત્તમ ભવ્ય જીવજ જિનેશ્વર મહારાજાના દ્રવ્યની અર્થાત્ દેવદ્રવ્યની વૃદ્ધિને કરે છે તે જીવ તીર્થંકર પદને પામે
जिणपव्वयण वुढिकरं पभावगं नाणदंसण गुणाणं । भक्खंतो जिणदव्वं, अणंत संसारिओ होइ ॥३॥
ભાવાર્થ : જિન પ્રવચનની વૃદ્ધિનો કરનાર અને જ્ઞાન દર્શન ગુણોનો પ્રભાવક છતાં પણ જે માણસ દેવ દ્રવ્યના ભક્ષણને કરે છે તે અનંત સંસારી થાય છે.
આવી રીતે દેવ દ્રવ્ય રક્ષણ કરવાથી લાભ અને ભક્ષણ કરવાથી અનંત સંસાર ઉપાર્જન થાય છે. એ પ્રકારનો ભય બતાવ્યા છતાં પણ કેટલાએક દેવ દ્રવ્યના વહીવટ કરનારાઓ આધુનિક સમયમાં દેવદ્રવ્યની અનેક પ્રકારે ઉપેક્ષા કરે છે તેથી તે પાપ કર્મોથી લેપાય છે ને ડૂબે છે. भक्खेइ जो उव्वेख्खेइ, जिणदव्वं तु सावउ । पन्नाहीणो भवेज्जीवो, लीप्पइ पावकम्मणा ॥४॥
ભાવાર્થ : જે શ્રાવક દેવ દ્રવ્યનું ભક્ષણ કરે છે તથા દેવદ્રવ્યની સંભાળ નહિ કરતાં ઉવેખી મૂકે છે તે શ્રાવક બુદ્ધિહીન થાય છે તેમ જ પાપ કર્મ વડે લેપાય છે. ૪.
शत्रुजयमाहात्म्येऽपि देवद्रव्यं गुरुद्रव्यं ,दहेदा सप्तमं कुलं । अंगालमिव तत् स्पृष्टं, युज्यते न हि धीमतां ॥११.
ભાવાર્થ : દેવદ્રવ્ય અને ગુરુ દ્રવ્યને ગ્રહણ કરવાથી આસમતાત (ચારે બાજુથી એકી સાથે) સાત કુળને બાળે છે, તે કારણ માટે
(૨૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org