________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ નિયમ સ્મરણ માં આવવાથી તેણે સ્ત્રીને કહ્યું કે આજે મેં ભગવાનને વંદન કરેલ નથી, તેમજ ભગવાનને વંદન કરવાનો મારો નિયમ છે, માટે હાથને વિષે ખીચડીનો કોળીયો રહેલ છે તેને લુગડાથી ઢાંકીને અને જિનેશ્વર મહારાજને વંદન કરીને પણ મારો નિયમ સાચવવો જોઈએ આવા પ્રકારના પોતાના સ્વામીના વચન સાંભળીને તે સ્ત્રી બોલી કે હે પ્રિય ! એકજવાર અરિહંત મહારાજને નમસ્કાર કરવાથી લાખો ભવના કરેલા પાપ કર્મનો ઘાત કરનાર થાય છે. અને પોતાના નિયમમાં જે દઢપણું છે તે અનંતા પાપકર્મને ક્ષય કરવાને માટે સમર્થમાન છે. ત્યારબાદ સ્ત્રીએ ચિંતવ્યું કે આજે મને જિનેશ્વર મહારાજના પ્રસાદથી ઉત્તમોત્તમ સ્વપ્ર આવેલ છે, તેના અનુમાનથી હું જાણું છું કે અધિષ્ઠાયક દેવ આજે જરૂર પ્રસન્ન થશે, અને પ્રત્યક્ષ થઈને વર આપશે. આવી ચિંતવના ચિત્તને વિષે કરીને સ્ત્રીએ કહ્યું સ્વામિન્ ! આજે તું દર્શન કરવા જાય છે ત્યાં તેનેકદાપિ દેવ દર્શન આપે અને કંઈ વર માગવાનું કહે તો તું મને પુછીને વર માગને પરંતુ તારી બુદ્ધિ વડે કરીને માગીશ નહિ, આવી રીતે બુદ્ધિનીનિધાન તેની સ્ત્રીએ પોતાની પંડિતાઈ બુદ્ધિ વડે કરીને પોતાના સ્વામીને કહ્યું. તે પણ પોતાની સ્ત્રીનું વચન માન્ય કરીને જૈન મંદિર ગયો, અને જેવો જિનેશ્વર મહારાજને નમસ્કાર કરે છે, તેવો જ અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થઈને કહે છે કે વર માગ. જિનેશ્વર મહારાજની તે ભક્તિ કરી છે, તેથી તારા ઉપર તુષ્ટમાન થયો છું. અધિષ્ઠાયકજીનું આવુ વચન સાંભળી તે બોલ્યો કે હે દેવ ! ક્ષણ માત્ર વિલંબ કરો કે હું ઘરે જઈને આવું. એમ કહી ઘરે ગયો અને બૈરીને દેવ પ્રસન્ન થયાની વાત કરી તેથી તે ઘણા હર્ષ સમૂહને પામી, અને બોલી કે હે કાન્ત ! આજે તારો મનોરથ રૂપી વૃક્ષ નાના પ્રકારના ફળોની પેઠે ફળીભૂત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org