________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સ્વર્ગને દેખાડી, બાળકનાપેઠે તે ઠગી લેશે, અને તેઓ કહેશે કે-કલ્યાણ અને મહાકલ્યાણ કરવામાં કારણભૂત તું પ્રાણીવર્ગને દાન દે, કારણ કે તે દાન સ્વર્ગ અને અપવર્ગ એટલે મુક્ત આપનાર થશે. વળી જિનાલયને વિષે રહેલા જિનેશ્વર મહારાજનું પુજન કર ભાગ્ય વડે કરી સભ્યભાવને પામેલા ગુરુ મહારાજને પણ તું પ્રતિલાભ માનરહિત ધન ખર્ચીને પણ પ્રાણીયોને તું અભયદાન આપ. લોકોને વિષે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે જિનેશ્વર મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ, વિવેક થઈ. તું તીર્થને વિષે જા અને ધન ખર્ચા તારા આત્માને પવિત્ર કર. જિનેશ્વર મહારાજના ગુણગ્રામ કરનાર સાધર્મી ભાઈઓને તું તારું દ્રવ્ય પુન્યાર્થે આપ. આવી રીતે વંદના કરવા ગયેલ મને કહીને મુનિયો મહામહેનતે ઉપાર્જન કરેલી લક્ષ્મી ત્યજાવી દેશે, માટે મારો પ્રાણ જાય તો પણ સાધુ પાસે તો જવાનો જ નથી, પરંતુ આજથી તારા વચનને પ્રમાણ ગણી જિનેશ્વર મહારાજને વંદન કરવાનો નિયમ હું અંગીકાર કરૂ છું. જરૂર રોજજૈન મંદિરે દર્શન કરવા જઇશ.
આવા પ્રકારના નિયમની સાથે જ તે પણ માણસે બોલિબીજને પ્રાપ્ત કર્યું અને તે મહાન પુન્યના કારણભૂત થયું ત્યાર થકીજ તેની સ્ત્રી તેના ભવને ધન્ય માનવા લાગી અને વિચારે છે કે હવે મારો સ્વામી કંઈક પુન્ય શાળી થશે નિરંતર પોતાના નિયમ પ્રમાણે જિનેશ્વર ભગવાનને નમસ્કાર કર્યા પછી જ ખાય છે, એકદા સૂર્ય મસ્તકે આવ્યા બાદ એટલે બાર વાગ્યેસ્કંધ થકી પોટલું ઉતારીને પગ ધોયા વિનાજ પોતાના ઘરને વિષે પેઠો, કારણ કે પગ ધોવે તો ફોગટપાણીનો વ્યય થાય એવા હેતુથી પગ ધોયા નહિ. ત્યારબાદ તેની સ્ત્રીએ ખીચડી અને તેલ પીરસ્યું તે તેલને પોતાના હાથથી ઉપર ઉપરથી લુછી નાખીને લેવામાં ખીચડીનો કોળીયો હાથમાં લે છે તેવામાં પોતાનો
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org