________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
ભાવાર્થ : નિદાન (નિયાણા) રહિત તેમજ ઉત્તમ રોમ રાજી વિકસ્વરપણાને પામેલી છે. જેની એવો ભવ્ય જીવ ગુરૂની ઉત્તમ પ્રકારે ભક્તિ કરે તથા શ્રી સંઘને સ્વામિવાત્સલ્યાદિક ભક્તિ વડે કરી પૂજે.
अह न सक्केइ काउं, एगभुत्त सया पुणो । दिवसस्स अठुमे भागे, तथा भुंजे सुवसावओ॥१॥
ભાવાર્થ : જો નિરંતર એકવાર ભોજન કરવાને શ્રાવક શક્તિવાળો ન હોય, તો દિવસને આઠમે ભાગે સુશ્રાવક ભોજન કરે.
महुमखणसंघाडग, गोरसजुअविदलजाणि अणंतं । अन्नायफलं वयंगण, पंचुवरिभवि न भुंजन्ति ॥१॥
ભાવાર્થ : મધ, માખણ, સિઘોડા, દધિયુક્ત કઠોળ (જેની બેદાળ થતી હોય તે), અનંતકાય અજાણ્યા ફળ, વેંગણ, પાંચ ઉંદુબર તેમજ અભક્ષ્ય પદાર્થને શ્રાવકો ભક્ષણ કરે નહિ.
વળી પૂજય ધર્મદાસ ગણિ મહારાજે ઉપદેશ માળામાં કહ્યું છે
वंदइ पडिपुच्छइ पज्जुवासए साहुणो सययमेव । पढइ सुणेइ गुणेइ य जणस्सधम्म परिकहेइ ॥१॥
ભાવાર્થ : શ્રાવક નિરંતર સાધુઓને વંદન કરે, પૂછે, તેમની પર્યાપાસના કરે, ભણે, સાંભળે, ગણે અને બીજાને ધર્મ સંભળાવે. કિંબહુના! દેવગુરૂ ધર્મની ઉપાસના કરવાનો અભ્યાસી બને, અભ્યાસ પણ પરભવમાં જીવના સાથે જાય છે. કહ્યું છે કે
प्रतिजन्म यदभ्यस्तं, जीवैः कर्म शुभाशुभं । तेनौवाम्यासयोगेन, देवाभ्यस्यते सुखं ॥१॥
ભાવાર્થ : પ્રતિ જન્મને વિષે જીવોએ જે પ્રકારનો અભ્યાસ કરેલ હોય, તેજ અભ્યાસના યોગે કરી જીવો તેને જ ઇહાં સુખે કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org