________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
जिन पूजनं विवेकः, सत्यं शौचं सुपात्रदानं च महिमा क्रीडागारे श्रृंगारः श्रावकत्वस्य ॥१॥
ભાવાર્થ : (૧) શ્રીમાનું જિનેશ્વર મહારાજની પૂજા, (૨) વિવેક, (૩) સત્ય, (૪) શૌચ, (૫) સુપાત્રદાન આ પાંચ મહિમાને ક્રીડા કરવાના ગર સમાન, આ સર્વ શ્રાવકના શૃંગાર કહેલા છે.
देवपूजा गुरुपास्तिः, स्वाध्यायः संयमस्स्तप : । दानं चेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने ॥१॥
ભાવાર્થ : (૧) જિનેશ્વર મહારાજની પૂજા, (૨) ગુરૂ મહારાજની ભક્તિ (૩) સ્વાધ્યાય (સજઝાયધ્યાન), (૪) સંયમ (ઇંદ્રિયાદિકનું દમન કરવું) તેમજ યમ નિયમાદિક કરવા, (૫) શક્તિ અનુસાર વિવિધ પ્રકારની તપસ્યા કરવી, (૬) નિરંતર દાન આપવું. આ વર્કર્મ ગૃહસ્થ (સંસારી માણસો) ને કરવા લાયક કહેલા છે. વળી પણ ભગવતી સૂરને વિષે કહ્યું છે કે – चउदसठ्ठमुदिठ्ठ पुण्णमासिवीसु पडिपुन्नं पोसहं सम्ममणुपालेमाणा बहुहिं सीलवयगुणवेरमण पच्चखाणं पोसहोपवासेहि अप्पाणं भावेमाला विहरइ ॥ - ભાવાર્થ : ચૌદશ, આઠમ, પૂર્ણિમા, અમાવાસ્યા, વિગેરે પર્વોને વિષે વિશેષે કરી પરિપૂર્ણ પૌષધને સમ્યક્ પ્રકારે પાલતા થકા તેમજ ઘણા શિલાદિવ્રત, અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતને ધારણ કરતા તથા બાર અગ્રત થકી વિરામ પામતા, અર્થાતુ બારવ્રતનું પ્રતિપાલન કરતા તથા પ્રત્યાખ્યાન પૌષધ ઉપવાસાદિક વડે આત્માને ભાવના વૃદ્ધિમાં પ્રેરણા કરતા શાંત ચિત્તે કરી વિચરે છે. ભક્ત પ્રકીર્ણકમાં કહ્યું છે કે –
अनियाणोद्दाममणो, इरिसवसविसहकंटयकरालो । पूएह गुरुसंघ, साहम्मियमाइ भत्तिए ॥१॥
( ૩ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org