________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૧૭. વિશ્વાસઘાત કરવા સમાન બીજુ એક પણ મહા પાપ નથી.
૧૮. ઈર્ષા, ચાડી, ચુગલી, ઝેરવેરથી કલંકાદિક ચઢાવવાં તથા અછતા દોષો પ્રગટકરવા ધર્મધ્વંસ કરનાર વાતોનો પ્રચાર કરવો તેના સમાન બીજુ એક પણ કુટિલ કર્મ નથી.
૧૯. હે બંધુ ! તું ક્ષમા ધારણ કરી અને ખોટા મદનો ત્યાગ કર.
૨૦. હે જીવ ! પરગુણનો રાગી થા અને પરદોષને વોસિરાવી
૨૧. હે આત્મા ! અજ્ઞાન ચક્ષુ ને દુર કરી જ્ઞાન ચક્ષુને ઉઘાડી જો .
૨૨. હે માનવ ! તું જે વાત સાંભળે તે વાત નજરે જોજે અને જે વાત વાંચે તેનો પણ ખાસ અનુભવ કરજે. કારણ કે વાંચવાથી કહેવાથી કે જોવાથી પણ અનુભવ કર્યા સિવાય એકદમ સત્યાસત્યના નિશ્ચય ઉપર આવીશ નહિ.
૨૩. હે ભવ્ય ! પરના મર્મને બોલીશ નહિ. પરના અવર્ણવાદ બોલીશ નહિ. પરની ચાડી ચુગલી કરીશ નહિ, કેમકે તેમ કરવાથી તું કેવળ કર્મબંધનના હેતુભૂત થઇશ સર્વગુણી વીતરાગ મહારાજ છે. સિવાય દરેક જીવોમાં ન્યુનાધીકપણે અવગુણ તો રહેલા છે. જો તું વિચાર કરી તાહરા તરફ દ્રષ્ટિ કરીશ તો તને તારા કોટી દુર્ગુણો આપોઆપ જણાઈ આવશે તો પર તરફની દૃષ્ટિનો ત્યાગ કરી તાહરા દુર્ગુણો ઓછા કરવા અને તારી ભૂલો સુધારવા ઉજમાળ થજે.
૨૪. હે મનુષ્ય ! જરા વિચાર કર ! વિચાર કર ! એક દિવસ ચાલ્યા જવું છે તે ચોક્કસ છે, અમરપણાનું સર્ટીફીટકોઈ લઈને આવ્યું નથી. માટે જેમ બને તેમ છળ પ્રપંચાદિકનો શીઘ્રતાથી ત્યાગ કર
૧૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org