________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કેટલા ભવને માટે ! કેટલા કાળને માટે !આ બધો પાપમય ધંધો તું લઇ બેઠો છે. ચિત્તને શાંત કરી નિવૃત્તિ માર્ગનું આલંબન કર કે જેથી તું ઈહલોક પરલોકને વિષે સુખી થાય.
૨૫. હે મહાનુભાવ ? આ તને જે લોભ લાગ્યો છે. તે મહા દુઃખદાઈ છે. લોભ કેવળ આપત્તિનું મુળ છે. લોભ અનર્થની ખાણ છે, જગતના જંતુઓ લોભાં થઈ હીરા રત્ન, સુવર્ણ ગાડી ઘોડા બાગ બગીચાદિ મેળવવામાં અનેક પ્રકારના જુઠાણા ઉભા કરે છે. ચોરી ચાડી કરી થાપણ માંસાદિકને ઉઠાવે છે, તેજ વિશ્વાસઘાત કરી લોકોની અંદર કેવળ અપમાન અપયશને પાત્ર થઇ, દુર્ગતિમાં જઈ દુઃખી થવું પડે છે. તેના કરતાં લોભને જલાંજલી દેવી સારી છે.
૨૬. હે બાંધવ ! કોઈ અપેક્ષાયે ધાર્મિક નૈતિક કાર્યો સબંધી લોભ સારો છે પણ જે લોભ કેવળ આત્માને ઇહલોક પરલોકમાં દુઃખદ અવસ્થાના સાધન રૂપ બનાવે તે લોભ સારો નથી.કોઈકને માન મેળવવાનો લોભ થાય છે. તો ખરેખર તે લોભ ભવોભવ મસ્તક કપાવનાર થાય છે. કારણ કે માનનો લોભી માણસ દેવગુરુ ધર્મ પ્રવચન અને પુસ્તકાદિક મહા સુવિહિત પરમ પુરુષોના માર્ગને ઓળવનાર થાય છે. અને ક્રોધ કષાયાદિકનું બાહુલ્યતાથી સેવન કરનાર થાય છે. માનનો લોભી શાસ્ત્રોને ઉત્થાપન કરતાં છતાં અંદરથી અનેક પ્રકારે શાસ્ત્ર તેમજ કવિતાદિકોની ચોરી કરે છે તથા મહાવીર મહારાજના માર્ગને તિરસ્કાર કરી માન મેળવવા વિતંડાવાદી થઈ અપવાદ રૂપ અને ભવોભવના ભાર રૂપ કલ્પિત મતને સ્થાપન કરે છે. અંતે તેમ કરી અનંતો સંસાર ઉપાર્જન કરે છે. માટે જ લક્ષ્મી આદિકના લોભ કરતાં માનનો લોભ દારુણ દુઃખદાયક છે. ધર્મ કાર્યોના લોભ સિવાય તમામ લોભ વૃત્તિ હલાહલ વિષે સમાન છે.
(૧૨
૧૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org