SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ માણસસડી પડી ગયેલા ખંડીયેર જેવો નકામો અને નિર્માલ્ય છે. ૧૫૪. મૂર્ખ માણસ પ્રશ્ન કરે ત્યારે તેની મુર્ખાઈ પ્રમાણે ઉત્તર આપવો જો તેમ ન બને તો તે મુર્ખ બીજાના કરતાં પોતાને વધારે ઉત્તમ અને જ્ઞાની માને છે. ઘોડાને માટે લગામ અને ચાબુક હાથીના માટે અંકુશ ગધેડાના માટે ડફણાં અને મૂર્ખ માણસને માટે સોટીવશ કરવાના ઉત્તમ સાધનો છે. ૧૫૫. જે કજીયા કરનાર માણસ રસ્તે ચાલતો પરની ખટપટમાં પડે છે તે અણધારી મહા ઉપાધિનો ભોક્તા થાય છે. ૧૫૬. જ્યાં કાનભંભેરનારા નથી ત્યાં લડાઈ ટંટાની વાત જ રહેતી નથી કારણ કે જ્યાં લાકડાં છાણાં કોલસા અને ઘાસ નથી ત્યાં અગ્નિ હોયજ શાનો. ૧૫૭. દ્વેષી માણસો દ્વેષથી વ્યાપ્ત થઈ પરને છેતરવાને માટે હૃદયમાં અનેક પ્રકારનું કપટ રાખી સરળ માણસને હતપ્રત કરે છે માટેતું તેવાઓથી દૂર રહેજે. ૧૫૮. ખુશામતખોર મુખની પાયમાલી કરે છે અને જુઠી જીભ ઝેર વધારે છે. ૧૫૯. પથ્થર પણ વજનદાર છે અને તેની રેતીપણ વજનદાર છે તેના કરતા દુર્જન અને મૂર્ખ માણસ વધારેવજનદારગણાય છે. ૧૬૦ સુધાતુરથયેલ દરેક વ્યક્તિઓને નિરસ વસ્તુ પણ મીઠી લાગે છે. ૧૬૧. પોતાનું સ્થાન છોડી ભટકનાર માણસ પોતાનો માળો છોડીને ગયેલા પક્ષીઓની પેઠે પરાભવને પાત્ર બને છે. ૧૬૨. સારા અંતઃકરણથી સારી સલાહ આપનાર માણસ અંતરની સુગંધથી પણ વિશેષહર્ષ ઉપજાવે છે. ૧૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy