________________
દેશનાચિંતામણિ ] ઉદય હોય છે અને તે ઉદય બંધ થાય ત્યારે જીવ આ ઉપશાંત મેહ ગુણસ્થાનકમાં આવે છે. અહીં મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિએ ઉપશમેલી હોય છે એટલે તે વખતે તે અ૬વીસે પ્રકૃતિને રદય તથા પ્રદેશોદય હેતું નથી. મેહનીય કર્મ સંપૂર્ણ ઉપશમેલું હેવાથી વીતરાગ કહેવાય છે. પરંતુ હજી ત્રણ ઘાતી કર્મોને ઉદય રહેલે હેવાથી તેમને છદ્મસ્થ કહેલા છે. આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી એક સમયને જાણ. તે આ રીતે – અહીં આવેલા જીવનું પ્રથમ સમયે જ મરણ થાય તે અપેક્ષાએ એક સમય જાણો અને ઉત્કૃષ્ટથી અનંતમુહૂતને કાલ જાણ. અહીંથી જીવ બે રીતે અવશ્ય પડે છે તે આ પ્રમાણે–૧ આયુષ્ય પૂરું થાય ને પડે (મરણ થાય) તે ભવક્ષયે પતન કહેવાય. આ ભવક્ષયે મરણ પામેલે જીવ મરીને અનુત્તર વિમાનવાસી દેવ થાય છે અને તેથી તે અગિઆરમાં ગુણસ્થાનકથી સીધો ચેાથે ગુણઠાણે આવીને અટકે છે. ૨ કાલક્ષચે એટલે અગિઆરમાં ગુણસ્થાનકને અંતર્મુહૂર્તને કાલ પૂરો થવાથી જીવ પડે છે તે જે કમે ઉપશમ શ્રેણિ ચઢ હોય તેનાથી ઉલટા ક્રમે ઉતરે છે, તેથી ૧૧ મા ગુણસ્થાનકથી પડીને દશમે ગુણઠાણે આવે. ત્યાંથી પડીને ઉલ્ટા કમે નવમે-આઠમે-સાતમે વગેરે ગુણ સ્થાનકે પડતાં પડતાં આવતે છેવટે બીજા સાસ્વાદને થઈને મિથ્યાત્વે પણ જાય છે.
૧૩. ક્ષીણ મેહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક–અહી મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય થયે છે તેથી વીતરાગ કહેવાય અને બીજાં ત્રણ ઘાતકમાં રહેલાં હેવાથી છદ્મસ્થ કહેવાય. આ અર્થ પ્રમાણે બારમું ગુણસ્થાનક ક્ષીણમેહ વીતરાગ છદ્મસ્થ કહે વાય છે. ક્ષપકશ્રેણિ કરનારે જીવ દશમે ગુણસ્થાનકે એક સૂક્ષ્મ સંજવલન લેભ જે સત્તામાં તથા ઉદયમાં હતું તેને સંપૂર્ણ ક્ષય કરે કે તરત જ બારમે ગુણસ્થાને આવે છે. આ જીવ અગિઆરમે ગુણસ્થાનકે જ નથી. આ ગુણસ્થાનકને જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. આ જીવ પડતું નથી. પરંતુ ત્યાંથી આગળ વધત તેરમે તથા ચૌદમે ગુણસ્થાનકે જઈ મોક્ષે જાય છે, માટે જ આ ગુણસ્થાનમાં વર્તતે જીવ મરતું નથી. અહીં બાકીના ત્રણ ઘાતી કર્મનો ક્ષય કરવાની ક્રિયા ચાલુ હોય છે.
૧૩. સગી કેવલી ગુણસ્થાનક –આઠમે ગુણસ્થાને ક્ષપકશ્રેણિ માંડના જીવ નવમે, દશમે તથા બારમે થઈ અંતમુહૂર્તમાં અહીં આવે છે. બારમા ગુણસ્થાનકને અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતી કર્મને ક્ષય થાય એટલે જીવને કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થાય છે અને હજી મન વચન કાયાના યોગ ચાલુ હોય છે તેથી આ ગુણસ્થાનકને સગી કેવલી ગુણસ્થાનક કહ્યું છે. આ ગુણઠાણાને કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશે ઊણી પૂર્વ કોડી વર્ષ પ્રમાણ જાણ. - ૧૪. અગી કેવલી ગુણસ્થાનક –તેરમે ગુણસ્થાનકે એગ ચાલુ હતા તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org