________________
૫૨
[ શ્રીવિજ્યપદ્યસૂરિકૃતતે તમારે વિષે ગુણ રૂપે થાય છે. હે પ્રભુ! મને મેક્ષની ઈચ્છા કરતાં પણ આપના દર્શન કરવાની અધિક ઈચ્છા છે. તેથી મને આપના દર્શનને લાભ હંમેશાં મળે એવી મારી આંતરિક ભાવના છે. ૫૧
ઈન્દ્ર મહારાજની સ્તુતિ પૂરી થયા પછી પ્રભુ શ્રીપદ્મપ્રભસ્વામી દેશના શરૂ કરે છે, તે દેશના કેવી છે તે જણાવે છે – ઈમ સ્તવીને ઇંદ્ર વિરમ્યા “પ્રાતિહાયાંતિશયથી,
શેભતા નિર્દોષ૯૭ જેની વાણી ગુણ પાંત્રીશથી; અલંત તે પદ્મપ્રભ પ્રભુ આપતા હિતદેશના,
વેગ શુધ્ધિ પ્રશાંતિને પ્રકટાવનાર દેશના.
સ્પષ્ટાર્થ –આ પ્રમાણે ઇંદ્ર મહારાજે શ્રીપદ્રપ્રભ પ્રભુની સ્તુતિ કર્યા પછી અઢાર દેષ રહિત અને આઠ પ્રતિહાર્ય તથા ૩૪ અતિશયોથી શોભિત પ્રભુએ દેશના આપવા માંડી. આ પ્રસંગે દેશના કેવી છે તે જણાવે છે–પ્રભુની દેશના વાણીના પાંત્રીશ ગુણેથી શોભાયમાન છે. એટલે પ્રભુની ધર્મ દેશનાની વાણી પાંત્રીસ ગુણવાળી છે. તે દેશના મોક્ષનાં સુખને આપનારી છે. કારણ કે આ પ્રભુની દેશના સાંભળી તે પ્રમાણે વર્તનારા છે જલદી મેક્ષને મેળવે છે. તેમજ આ પ્રભુની દેશના કતક ચૂર્ણના જેવી છે. જેમ કતક નામના એક જાતના લને ભૂકે મલીન પાણીમાં નાંખવાથી તે પાણીમાં રહેલે કચરો તેની નીચે બેસી જાય છે અને પાણી નિર્મલ બને છે તેમ પ્રભુની આ દેશના રૂપી કતક ફલના ચૂર્ણ વડે મલીન આત્મારૂપી પાણી નિર્મલ બને છે અથવા પ્રભુની દેશનાના પ્રભાવથી કમમેલથી મલીન બનેલા છ કર્મ રૂપી મેલને દૂર કરીને નિર્મલ બને છે. આ દેશના ગશુદ્ધિને કરનારી છે એટલે મન, વચન અને કાયાના તે ત્રણ યોગો કે જે આત્માને દુઃખદાયી માર્ગ તરફ પ્રવૃત્તિ કરાવનારા હતા તે ત્રણે વેગોને નિર્મલ બનાવનારી પ્રભુની દેશના છે. વળી આ દેશના આત્માની અશાંતિને દૂર કરીને પરમ શાંતિને આપે છે. પર
હવે પ્રભુના ઉપદેશ રૂપે નિયમાવલને વિસ્તારથી જણાવતાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવો તથા બાકીના ચાર અનુત્તર વિમાનવાસી દેવોનું સ્વરૂપ બે શ્લોકમાં જણાવે છે –
હે ભવ્ય ! સ્થિર થઈ નિયમાવલીને સાંભળે, | સર્વાર્થસિધામર વિના ચારે દિશાના સુરવરે;
અનુત્તરામર આયુ પૂરી નરપણું ઉત્તમ લહે, - અબધાયુ મુક્તિમાર્ગે સિધ્ધિમાં કાયમ રહે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org