________________
દેશનાચિંતામણિ ]
સ્પષ્ટાર્થ-હવે દેશનાની શરૂઆત કરતાં જણાવે છે કે હે ભવ્ય ! તમે સ્થિર થઈને એટલે ધ્યાન દઈને શાંત ચિત્તે નિયમાવલીને સાંભળો. નિયમાવલી એટલે જે અવશ્ય બનવાનું હોય તે અહીં (ભજના-વિકલ્પ રહિત) નિયમ જાવે. એવા નિયમોની શ્રેણી અથવા હારમાલા તે નિયમાવલી જાણવી. આ નિયમાવલિને અહીં પ્રશ્નોત્તર રૂપે કહી છે એટલે ભવ્ય જીવ (પ્રભુને) પૂછે છે અને તીર્થકર ભગવાન તેને જવાબ આપે છે–(આવી પ્રશ્નોત્તર પદ્ધતિ–નિયમાવલિના અંત સુધી સમજવી.)
પ્રશ્ન–હે કૃપાળુ ભગવાન ! અનુત્તર વિમાનવાસી દે કેટલા ભવ કરીને મોક્ષે જાય?
ઉત્તર–પાંચ પ્રકારના અનુત્તર વિમાનવાસી દે છે. આ દેવોના ૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, અને ૫ સર્વાર્થસિદ્ધ એ નામનાં પાંચ વિમાને છે. તે વિમાનમાં વસનારા દેવ અનુત્તર વિમાનવાસી દે કહેવાય છે. તેમાં સૌથી વચ્ચે સર્વાર્થસિદ્ધ નામનું વિમાન આવેલું છે અને તેની ચાર દિશામાં ચાર અનુત્તર વિમાનવાસી દેવોનાં વિમાને આવેલા છે. આ પાંચમાંથી સર્વાર્થસિદ્ધવાસી દેવો વિના બાકીના ચાર અનુત્તર વિમાનવાસી દેવેનું ત્યાં ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમનું અને જઘન્યથી ૩૧ સાગરોપમનું આયુષ્ય છે. તેઓ તેમનું આયુષ્ય જ્યારે પૂરું થઈ રહે છે ત્યારે ત્યાંથી આવીને ઉત્તમ મનુષ્ય ભવને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાં જેઓ અબાયુ એટલે મનુષ્પાયુને બંધ કરતા નથી તેઓ તે જ ભવમાં તમામ કર્મો ખપાવીને મોક્ષે જાય છે એટલે એક જ ભવમાં મેક્ષે જાય છે.
પરંતુ–ચાર અનુત્તર વિમાનવાસી દેવભવમાંથી ચવીને મનુષ્યભવને પામેલા તેમણે જે દેવગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે અવશ્ય વૈમાનિક દેવપણે ઉત્પન્ન થાય છે. પરંતુ તે મનુષ્ય મરીને તિર્યંચના ભવમાં, નારકીના ભવમાં, મનુષ્ય ભવમાં તેમજ ભુવનપતિ દેવમાં, તિષી દેવામાં અથવા વ્યન્તર દેવનિકાયમાં ઉપજતા નથી. (૧)
પ્રશ્ન–સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દે કેટલા ભવ કરીને મોક્ષે જાય?
ઉત્તર–પાંચ અનુત્તરમાંથી વચલા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉપજતા સર્વાર્થસિદ્ધ દે સર્વે નિશ્ચયે એકાવતારી હોય છે એટલે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે અને તેજ ભવમાં સર્વ કર્મોને ક્ષય કરીને અવશ્ય મોક્ષે જાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ ભવથી માંડીને મોક્ષે જવાના નરભવ સુધીના વચલા કાલમાં એક મનુષ્યને જ ભવ થતું હોવાથી તે સર્વાર્થસિદ્ધના દેવે એકાવતારી (એકજ નરભવ કરવાનું બાકી છે જેમને તેવા) કહેવાય છે. (૨) ૫૩ સંચિતાયુનર અનંતર દેવ વિમાનિક બને,
તિર્યંચ નારક ભુવનપતિ જ્યોતિષ્ક વ્યંતર ના બને; મધ્યમાં સર્વાર્થસિદ્ધિક દેવ સર્વ નિશ્ચયે,
એકાવતારી અંત્ય નર ભવ મેક્ષને અવધારિએ. ૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org