________________
છે? તે પણ સરલ રીતે સમજાવે છે. પછી ૧૮ મા શ્લેકમાં શ્રી અપરાજિત રાજર્ષિની નવમા વેયકમાં ઉત્પત્તિ, ને ૧૮-૨૦ મા શ્લેકમાં કૌશંબી નગરીનું વર્ણન ટુંકામાં જણાવ્યું છે. આ નગરીનું વિસ્તારથી વર્ણન ૨૧૬ મા પાને જણાવ્યું છે. તે પછી ૨૧-૨૨ મા ક માં પ્રભુશ્રી પદ્મપ્રભુસ્વામીના પિતાશ્રી“ધર” નામના રાજાનું અને ૨૩-૨૪મા લેકમાં સુસીમા રાણીનું વર્ણન કરીને ૨૫ માથી ૨૮મા લૈક સુધીના ૪ ગ્લૅકેમાં વન તથા જન્મની બીના જણાવી છે. તે પછીના ૬ (૨૯-૩૪) લેકમાં મેરૂ પર્વતની ઉપર અભિષેકના અંતે શક્રેન્દ્ર કરેલી પ્રભુની અલૌકિક સારગતિ સ્તુતિને વર્ણવતાં સ્નાત્રાભિષેકનું ખરું રહસ્ય પણ સમજાવ્યું છે. પછી ૭ (૩૫-૪૧) કલેકમાં પદ્મપ્રભ એવું નામ પડવાનું કારણાદિની બીના શરૂ કરીને ઠેઠ દીક્ષા લેતી વખતે ચોથું જ્ઞાન પ્રકટ થવા સુધીની બીને વર્ણવી છે. પછી ૪ (૪૨-૪૫) લેકમાં છદ્મસ્થતાનું, ને સર્વજ્ઞપણાનું વર્ણન કરી અંતે ૬ (૪૬-૫૧) લેકમાં ઇંદ્ર કરેલી પ્રભુની સ્તુતિની બીને જણાવી છે. પછી ૧૧૬ (પર-૧૬૭) લેકમાં દ્રવ્યાનુયોગાદિના ખરા રહસ્યભૂત-અપૂર્વ બેધદાયક યિમાવલીને ૧૦૮ પ્રશ્નોત્તર રૂપે ગોઠવીને, પ્રસંગે ખાસ જરૂરી બીજી પણ બીના ટૂંકામાં જણાવવા પૂર્વક વર્ણવી છે. તેમાં ૨૮ લબ્ધિઓ, ૧૪ ગુણસ્થાનકે, દઈત સાથે ઉપશમાદિ પાંચ લક્ષણે, આયુષ્યકર્મબંધાદિ, શ્રીસિદ્ધના ભેદપ્રદાદિ, જિનકલ્પી સાધુને આચાર, આયુષ્યાદિનો અબાધાકાલ, તેને સમજાવનારા ચાર ભાંગા, સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ, મહાવિદેહમાં વિચરતા શ્રી સીમંધર સ્વામી આદિ વીશ વિહરમાણુ તીર્થકરે. આ નવ મુખ્ય પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તે અપૂર્વ બેધદાયક છે.
પછી ૪૪ (૧૬૮-૨૧૧) કોમાં નરકગતિ આદિ ચારે ગતિમાં સંસારી વિવિધ પ્રકારે કેવા કેવા દુઃખે ભેગવે છે ? તે બીના વિસ્તારથી સમજાવવાના પ્રસંગે મહાધીન જીવની પ્રવૃત્તિ, માનવ જન્મની પરમ દુર્લભતા વગેરે હકીકત પણ સ્પષ્ટ રીતે વર્ણવી છે. પછી ૨૧૨મા લેકમાં દેશના શ્રવણને લાભ જણાવી ૨૧૩માં કલેકમાં શ્રી પદ્મપ્રભ પ્રભુના ગણ અને ગણધરોની સંખ્યા દર્શાવી છે. પછી ચાર (૨૧૪-૨૧૭) લેકમાં મુખ્ય ગણધર શ્રી સુવ્રત મહારાજે આપેલી દેશના વર્ણવીને ૨૧૮-૨૧૯મા લેકમાં પ્રથમ સાધ્વીના નામ વગેરે હકીકત જણાવી છે. પછી ત્રણ (૨૨૦-૨૨૨) લેકમાં પ્રભુ શ્રી પદ્મપ્રભ સ્વામીને પરિવાર જણાવીને બે (૨૨૩-૨૪) લેકમાં મોક્ષસ્થાનાદિની બીના વર્ણવી છે. પછી ૨૨૫ મા લકમાં પ્રભુના કુમારાવસ્થાદિ કાલ વર્ણવીને ૨૨૬મા કલેકમાં પ્રભુને સયુષ્ય કાલ જણાવ્યો છે. પછી ૨૨૭માં લેકમાં પ્રભુનું નિર્વાણ કલ્યાણક પૂર્ણ કરી ૨૨૮માં કલેકમાં શ્રી પદ્મપ્રભ સ્વામીના જીવનના વર્ણનની પૂર્ણતા જણાવી ૨૨માં લેકમાં તીર્થકર દેવના કલ્યાણક આત્મદષ્ટિને સતે જ કરે છે, અહીં આત્મદષ્ટિનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. પછી ત્રણ (૨૩૦–૨૩૨) શ્લોકમાં પ્રભુ શ્રી તીર્થકર દેવના અલૌ. કિક-હિતકર-જીવનપ્રસંગે વર્ણવીને ૨૩૩-૧૩૪માં લોકમાં હિતશિક્ષાદિનું વર્ણન કર્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org