________________
ક
.
મહાપ્રાચીન કેશાબીનગરી ] જે અભિગ્રહ કર્યો હતો, તે આ નગરીમાં પાંચ દિવસ ઓછા છ મહિને એટલે ૫ મહિના અને ૨૪ દિવસ વિત્યા બાદ જેઠ સુદિ દશમે સુયડાના ખૂણામાં રહેલ અડદના બાકુલા હરાવીને ચંદનબાલાએ પ્રભુને પારાણું કરાવી, પૂર્ણ કર્યો હતે. આ સ્થળે દેએ સાડ બાર ઝાડ વસુધારા (નિયા)ની વૃષ્ટિ કરી. આ જ કારણથી આ નગરીની નજીકમાં વસુધારા નામનું ગામ વસ્યું જેને અનેક સ્થલે નિર્દોશ જોવામાં આવે છે. તેમજ પંચ દિવ્ય પ્રકટ થયાં, જેથી લોકો પૂર્વની માફક હાલ પણ આ પર્વ (જેઠ સુદી દશમના ) દિવસે તીર્થનાન દાનાદિ આચાર પાલે છે. વર્તમાન ચોવીશીના છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન નામનાં ચારે કલ્યાણકે પણ અહીં થયાં છે. આ સ્થલે ઘણાં ઉંચાં અને વિકરવર કે સંબ નામનાં વૃક્ષો અધિક પ્રમાણમાં દેખાય છે. આ કારણથી પણ નગરીનું કેશાંબી નામ પડ્યું હોય એમ અનુમાન થાય છે. અહીંના વિશાલ શ્રી પદ્મપ્રભુના ભવ્ય મંદિરમાં, ઉપર જણાવેલ આકુળ વહેરાવવાના પારણાના પ્રસંગને દર્શાવનારી શ્રી ચંદનબાલાની ભવ્ય મૂર્તિ હયાત છે. અહીં એક શાંત આકૃતિને ધારણ કરનાર સિંહ હંમેશાં આવીને પ્રભુને ભાવપૂર્વક વંદનાદિ કરે છે.
શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે કલ્યાણકભૂમિ રૂપ પવિત્ર ક્ષેત્રની સ્પર્શનાથી કર્મોના ક્ષપશમાદિ જરૂર થાય છે. પિતાના ઘરે દાન શીલાદિ ગુણ સાધવાની જેને ઈચ્છા ન થાય, તે જ જીવ પરમ પાવન શ્રી સિદ્ધગિરિજી જેવા ઉત્તમ સ્થાને પૂર્ણ ઉલ્લાસથી દાનાદિ સાધી શકે છે. જેથી આ કેશાંખીનગરી પણ છઠ્ઠા પદ્મપ્રભુના ચાર કલ્યાણુકેની પવિત્ર ભૂમિ છે. અને પ્રભુ શ્રી મહાવીરની ચરણરજથી પણ પવિત્ર થયેલી છે, એમ વિચારી, આ પવિત્ર તીર્થભૂમિની બીન જાણી ભવ્ય છ તીર્થસેવા રૂપી જલના પ્રવાહથી કર્મમેલથી મલિન બનેલા પિતાના આત્માને નિર્મલ બનાવે એ જ હાર્દિક ભાવના !
સમાસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org