________________
૨૪
[[શ્રીવિજયપધરિફતકર્યો, છતાં જ્યારે નિષ્ફલ નીવડી ત્યારે તેણે ક્રોધમાં આવી શેઠને આળ દીધું કે “આ સુદર્શન દુરાચારી છે.” રાજાને ખબર પડતાં તેણે શેઠને શૂળી ઉપર ચઢાવવા સિપાઈઓને હુકમ કર્યો. પરસ્ત્રી સોંદર સુદર્શન શેઠને અડગ શીલગુણ જોઈને ખૂશી થયેલી ગુણાનુરાગિણી શાસનની અધિષ્ઠાયક દેવીએ શૂળીનું સુવર્ણ સિંહાસન બનાવ્યું. જેમ સિપાઈઓ તરવારને ઘા કરે, તેમ તે ઘા દેવતાની સહાયથી ફૂલની માલા રૂપ થઈ જાય. મહાશ્રાવક શ્રી કામદેવની જન્મભૂમિઃ
અગિયાર અંગમાંના સાતમા શ્રી ઉપાશક દશાંગ સૂત્રમાં પ્રભુ શ્રી મહાવીરના અગિયારે શ્રાવકોનું વર્ણન કરેલું છે, તેમાં કામદેવ શ્રાવકની જન્મભૂમિ આ શ્રી ચંપા નગરી કહી છેમહાશ્રાવક કામદેવ ૧૮ કરોડ સેનૈિયાના સ્વામી હતાં. તેમને દશ હજાર ગાયોનું એક ગોકુલ થાય તેવાં છ કુલ હતાં. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. તેમણે શ્રાવકની ૧૧ અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. દેવતાઈ ઉપસર્ગોના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ રહેનાર આ શ્રી કામદેવ શ્રાવક ૨૦ વર્ષ સુધી બાર વ્રતમય દેશવિરતિ ધર્મને આરાધી છેવટે એક મહિનાનું અનશન કરી સૌધર્મ દેવકના અરૂણ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાલા દેવ થયા. શ્રી મનક મુનિનું દીક્ષા સ્થાન પણ આ જ નગરી
છ શ્રત કેવલિમાં પ્રસિદ્ધ, ચઉદ પૂર્વધર શ્રી શ મ્ભવસૂરિ મહારાજે રાજગૃહ, નગરથી આવેલા પિતાના પૂર્વાવસ્થાના પુત્ર મનકને અહીં દીક્ષા આપી હતી. ત્યાર બાદ આચાર્ય મહારાજે શ્રત જ્ઞાનના બલથી પુત્રનું આયુષ્ય છ મહિનાનું જાણ્યું. તેને ભણવા માટે દષ્ટિવાદના ભેદ રૂપ પૂર્વગતમાંથી શ્રી દશવૈકાલિક સૂત્રને ઉદ્ધાર કર્યો. જીવંતસ્વામીની પ્રતિમાને ભરાવનાર કુમારનંદીઃ
આ શ્રી ચંપાનગરીને રહીશ કુમારનદી નામને સોની ઘણે ધનાઢય હતું. તે પ્રબલ કામવાસનાની પરાધીનતાને લઈને અગ્નિમાં પડી મરીને પંચશલને અધિપતિ થશે. તેને અશ્રુત સ્વર્ગવાસી મિત્રદેવે સમજાવી સન્માર્ગ પમાડ્યો. એટલે દેવના કહે વાથી તેણે ચંદનમય શ્રી મહાવીર (જીવંતસ્વામી) પ્રભુની પ્રતિમા ભરાવી. બીજી કેટલીક વિશેષતાઓ
આ જ નગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પ્રભુશ્રી મહાવીરદેવે કહ્યું હતું કે સ્વલબ્ધિથી જે ભવ્ય જીવ અષ્ટાપદની યાત્રા કરે, તે તે જ ભાવમાં મુકિત પદ પામે. પ્રભુ શ્રી મહાવીર
૧. આનું વિશેષ સ્વરૂપ-શ્રી પચાશક શાસ્ત્રમાં કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org