________________
છે, અને તેમને રાગાદિ ક્ષુદ્રોપદ્રવની પણ પીડા બિલકુલ હોતી નથી, તેમજ આ ચારિત્રની સેવન કરનાર સાધુઓ ભલેને સામાન્ય વંશમાં જન્મેલા હોય, છતાં અપૂર્વ ચારિત્રગુણથી આકર્ષાયેલા સુરેન્દ્રાદિ દેવે પણ તેમની (ચારિત્રવતની) સેવા કરે છે. અને સામાન્ય કુલમાં જન્મેલા છતાં ચારિત્રવંત મુનિવરે ચારિત્રના પ્રતાપે ઉત્તમ કુલવાન કહેવાય છે, અપવિત્ર છને પવિત્ર કરનાર ચારિત્ર જ છે, તેને અંગીકાર કરનાર છે ચારિત્રને પામ્યા પહેલાં દાસ જેવા હોય, તે પણ સ્વીકારેલા આ ચારિત્રના જ પ્રતાપે તમામ જગતના જીવમાં અગ્રેસર ગણાય છે. ચારિત્રને પામ્યા પહેલાં વિશેષ જ્ઞાન ન હોય, છતાં ચારિત્રના જ પ્રતાપે ઘણાએ જ સમર્થ મહા જ્ઞાનવંત થાય છે, જેમના મનમાં અહ કાર લેગ તૃષ્ણાના વિચારે લગાર પણ થતા નથી તથા જેઓ મન વચન કાયાના વિકારોથી રહિત છે, અને પિતાથી ભિન્ન એવા સાંસારિક પદાર્થોની સ્વપ્ન પણ ઈચ્છા કરતા નથી, એવા ને ચારિત્રના જ પ્રતાપે અહીં પણ મેક્ષના સુખની વાનકી પ્રમ થાય છે. જુઓ પ્રશમ રતિને સાક્ષિ પાઠ–
નિકિંમરનાનાં, વામન વિવાહિતાના*
विनिवृत्तपराशानामिहैव मोक्षो न संदेहः ॥ १॥ તેમજ ચારિત્રની એક ચિત્ત આરાધના કરનારા ભવ્ય ઇવેને સર્વ લબ્ધિઓ મળે છે. જુઓ અહીં દૃષ્ટાંત એ છે કે–શ્રી ગૌતમસ્વામી ભગવંતને અનેક લબ્ધિઓ પ્રકટ થઈ હતી. માટે જ કહ્યું છે કે
अगुठे अमृत वसे, लब्धि तणा भंडार ॥ .. ते गुरु गौतम समरिए, मन वंछित फल दातार ॥ १ ॥
(પાપથી) નિવૃત્તિ (શુભ) પ્રવૃત્તિમય ચારિત્રની નિમલ આરાધના કરનાર ભવ્ય જીવને આ ભવમાં મહત્ત (મોટાઈઋદ્ધિ વિગેરે લાભ મળે છે અને પરભવમાં વિશાલ આનન્દથી ભરેલું મુક્તિપદ મળે છે. પરમ કૃપાળુ શ્રી તીર્થકર ભગવંતે મેહનીયાદિ કર્મોને સર્ષની ઉપમા આપી છે, તેનું કારણ એ કે જેમ સપના ઝેરની અસર જેમને થયેલી છે, તે જ સ્વસ્થિતિનું ભાન ભૂલી જાય છે. તેવી રીતે મોહનીયાદિ કર્મોના ઉદયવાળા સંસારી છે પણ પિતાની ભૂલ શુદ્ધ સ્થિતિને ભૂલી જાય છે. તેવા કર્મો રૂપી સપને વશ કરવાનું ( નિર્વિષ બનાવવાનું ઝેર ઉતારવાનું) અપૂર્વ સાધન ચારિત્ર છે. સંવેગ રૂપી અમૃતરસથી ભરેલા કૂવા જેવું અને મેક્ષ રૂપી રાજાની કચેરી જેવું પણ પવિત્ર ચારિત્ર છે. માટે જ કહ્યું છે કે –
कर्माहिकोलनीमन्त्रः-संवेगरसकूपिका ।
निर्वाणभूभृदास्थानी-तपस्या पारमेश्वरी ॥१॥ - - ૧ મોક્ષની ઈચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org