________________
કોઈક ભાગ્યશાલી જીવે જ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલા ઉત્તમ ધમ રૂપી કારીગરે બતાવેલા શ્રેષ્ઠ મનુષ્ય જન્મ રૂપી મહેલની ઉપર વિશિષ્ટ ગુણવાળ નિર્મલ દીક્ષારૂપી ધ્વજ ચઢાવે છે. જો કે હાંધ જીવે પવિત્ર ચારિત્રની આરાધનામાં અજ્ઞાન દષ્ટિએ વિહારાદિ પ્રસંગે દુઃખ જુવે છે, પણ તત્ત્વદષ્ટિએ જ્ઞાની પુરુષે તે સુખ જ માને છે. કારણ તેવા વિહારાદિ સાધને ભવિષ્યમાં કાન્તિક અને આત્યંતિક સુખને દેનારા છે. જ્યારે મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મોનું જોર ઘટે તે જ આ ઉત્તમ વિચાર પ્રકટે છે. પરમ પુનિત ચારિત્ર આરાધનામાં લીન બનેલા મુનિવરોને દુર્ગતિદાયક આરંભાદિ દે સેવવા પડતા નથી. આશાને ગુલામતી બનાવેલી હેવાથી અને સ્વકર્તવ્યો બજાવવામાં સર્વદા સાવધાન હોવાથી સંસાર વિરક્ત ત્યાગી પુરૂને (અવિનીત સ્ત્રી પુત્ર સ્વામિ વિગેરેના) તિરસ્કાર ભરેલા વચને સહન કરવા પડતા નથી. તેમજ ચારિત્રના જ પ્રતાપે તેમને તે રાજા મહારાજાઓ પણ નમે છે કે જેમને ચારિત્ર પામ્યા પહેલાં પિતાને નમસ્કાર કરે પડતું હતું. અહીં ચારિત્રધારી મુનિવરે “સામે મને વાંદે” એમ ચાહે જ નહિ. પણ તેવા ગુણવંત સાધુઓને જોઈને નમસ્કાર કરનારા જીવે એમ વિચારે છે કે-“અહે! આ પુણ્યશાલી મહાત્માઓને ધન્ય છે કે જેઓ કંચન અને કામિનીને ત્યાગ કરી ઉભે પગે સંસારને છોડી સાચા હૃદયના બાદશાહ બની પંખી. ની જેમ એક ગામથી બીજે ગામ અપ્રતિબદ્ધપણે વિચરી સંસારના ત્રિવિધ તાપથી તપેલા દુખી માનવેને સાચા સુખને પામવાને સરિયામ રસ્તો બતાવી રહ્યા છે. બતાવે તે પણ નાટકીયાની માફક નહિ પણ તે બાદશાહી સરિયામ રસ્તામાં પોતે નિર્ભયપણે ચાલીને બતાવે છે. અમે તે જે સ્ત્રી કુટુંબ દેલત આદિ પદાર્થો જન્મતાં સાથે લાવ્યા નથી અને જેઓ મરતી વખતે સાથે આવનાર નથી, તેમજ બીજા ભવમાં ગયા પછી જે સ્ત્રી આદિ પદાર્થો યાદ પણ આવવાના નથી, વળી જેઓના મેહમાં ફસીને અમે ભવોભવ સુખને દેનાર પવિત્ર ધર્મને પણ ભૂલી ગયા, તેવા પદાર્થોની ઉપાધિમાં શચી માચી અનેક વિડંબનાએ ભેગવી રહ્યા છીએ. પાપકર્મના તીવ્ર ઉદયથી વનને પણ ઉન્નધી ગયા, એટલે ૬૦ થી પણ વધારે ઉંમર વીતી ગઈ, છતાં અમને વૈરાગ્યને અંકુરે પણ પ્રકટ નહિ. હવે તે જરૂર ખાત્રી થઈ કે વાળ ધોળા થયા, પણ બુદ્ધિ ધોળી થઈ નથી. માટે અમે આ મધથી લેપાયેલ તરવારની ધાર જેવા અથવા કિંપાક ફલની જેવા વિષયોને છેડી શકતા નથી. જેમણે ત્રિવિધે ત્રિવિધે આને છેડ્યા છે તેવા આ સંયમધારી મહાપુરૂષોને અમે વંદન સેવા કરી માનવ ભવને સફલ કરીએ.” આવી ઉત્તમ ભાવના ભાવીને તેવા મોટા મહર્જિક રાજા વિગેરે પુણ્યશાલી એ મુનિવરને વંદના નમસ્કાર ઉપાસના વિગેરે કરે છે. આ પ્રણાલિકા મેવાડના રાજ્યમાં પણ રાણા પ્રતાપસિંહના સમયથી માંડીને હાલ પણ પ્રત્યક્ષ દેખાય છે. અમે પણ નજરે જોયું છે કે સામાં આવતા ત્યાગી મહાત્માઓને દેખીને રાણા ફત્તેસિંહજી વાહન ઉભું રખાવી ઉભા થઈને બંને હાથે નમસ્કાર કરતા હતા. તેમ નવીન રાણા ભેપાલસિંહજી પણ તેવા જ વિવેકી છે. એમ અનર્ગલ લક્ષ્મી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org