________________
મહિમા આ પ્રમાણે ભવ્ય ઇવેને સમજાવે છે–આત્માની અનંત શક્તિએ વિચિત્ર મેહ નીયાદિ કર્મોને જુદી જુદી જાતના ઉદય રૂપી વાદળાંઓથી ઢંકાઈ છે. તેને પ્રકટ કરી અપૂર્વ શાંતિ અને સ્વાભાવિક રમણતાને અનુભવ કરાવવાને એક ચારિત્ર જ સમર્થ છે. હિંસાદિ પાંચે આશ્રને મૂલથી જે ત્યાગ કરે, અને પાંચે ઇંદ્રિયને વશ રાખવી, તથા ચારે કષાને જીતવા અને મનદંડ વિગેરે ત્રણે દંડને ત્યાગ કરે તે સંયમ ચારિત્ર અથવા દીક્ષા કહેવાય. ટૂંકમાં કહીએ તે એમ પણ કહી શકાય કે-મૈત્રી આદિ ચારે ભાવના ભાવવા પૂર્વક આઠે પ્રવચન માતાની અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુ ધર્મની સેવા કરવી તેનું નામ સંયમ (પ્રવજ્યા-દીક્ષા–ચારિત્ર) કહેવાય. આવા ઉત્તમ ચારિત્રને સાધવાથી જ શ્રેષ્ઠ દર્શન અને જ્ઞાનનું સંપૂર્ણ ફલ મલી શકે છે. આ ચારિત્રનું શ્રી સિદ્ધચક પૂજામાં આ પ્રમાણે ટુંકું સ્વરૂપ બતાવ્યું છે. જુઓ –
કર આગમ ને આગમે, ચરણ પદ પરિધાન; જ્ઞાતા ઉપયોગી ધુરે, અનાગ પર જાણ નામાદિક ચકહા ક્રમે, કિરિયા વિણ ઉપયેગ; દ્રવ્ય ચરણ કારણ મુણે, ભાવે સહ ઉપયોગ. આચ્છાદિત નિજ શક્તિને, દેખે જાસ પ્રતાપ;
વંદે નિત તે ચરણને, રિક્ત કરે ચિત પાપ. ઇંદ્રને અને ચક્રવતિને જે સુખ ન મલે તે સુખ ચારિત્રના પ્રતાપે મલી શકે છે.” માટે જ કહ્યું છે કે
नैवास्ति देवराजस्य तत्सुख नैव राजराजस्य ॥ यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥ १ ॥ तणसंथारनिसण्णोऽवि मुणिवरो भट्ठरागमयमोहो ।
जं पावह मुत्तिसुहं-कत्तो तं चक्कवट्टीवि ॥ २ ॥ ડાહ્યા પુરૂષે જે સ્વાધીન સુખની નિરન્તર ચાહના કરે છે, તેવું અધ્યાત્મ સુખ પણ સંસારથી વિરક્ત મહર્ષિ મુનિવરેને જ મળે છે. જુઓ – * ૧. કારણ કે જ્ઞાનનું ફલ વિરતિ છે. જુઓ પ્રશમરતિમાં-શાની જ વિતિ છે જાણ્યું તે તે તે ખરૂં મેહે નવિ લેપાય છે
તકશાનમેષ ન મતિ-રિમનુરિતે વિમતિ રાજનr:
तमसः कुतोऽस्ति शक्तिः-दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ ૨. આ બાબતમાં–કેસી વીતી એમ પૂછનાર રાજાને “આધી તેરી જેસી અને આધી તેરસે અચ્છી એ જવાબ દેનાર મહાત્માનું દષ્ટાંત સ્પષ્ટાર્થવાળી શ્રી સિદ્ધચક્ર પૂજામાંથી જોઈ લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org