________________
૧૮૮
[[શ્રીવિજયપધસૂરિકૃતરાજ્ય કરતું હતું, તે વખતે સૂરિજી સ્વર્ગે ગયા. પરંતુ પાવલિઓના લેખ પ્રમાણે તે ઘણાખરા એમ માને છે કે કપડવંજમાં સૂરિજી સ્વર્ગે ગયા. સંવતને વિચાર એ છે કે પટ્ટાવલિમાં સં. ૧૧૩૫ માં સ્વર્ગે ગયા એમ કહ્યું, ત્યારે બીજો મત એ પણ છે કે ૧૧૩૯ માં સ્વર્ગે ગયા.
' ઉપર જણાવેલા વૃત્તાંતમને કેટલેક વૃત્તાંત શ્રી ગિરનારના લેખને અનુસારે જણ વેલ છે. વિ. સં. ૧૩૬૮ ની સાલમાં આ બિંબને ઉપદ્રવના કારણે ખંભાતમાં લાવવામાં આવ્યું. એથી એમ જણાય છે કે—કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી અને મંત્રી વસ્તુપાલના સમયમાં આ પ્રતિમાજી થાંભણ ગામમાં હતાં. તે સૂરિજી મહારાજની દીક્ષા આ જ સ્તંભતીર્થ (ખંભાત) માં થઈ છે. અહીંના રહીશ મહાશ્રાવક ઋષમદાસ કવિએ હિતશિક્ષાને રાસ બનાવ્યો છે. મહાચમત્કારી નીલમ મણિમય શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાની
વર્તમાન બીના. આ બિંબનાં દર્શનાદિ કરવાથી કોઢ વગેરે નાશ પામે છે. મંત્રી પેથડના પિતા શ્રી દેદ સાધુનાં બેડીનાં બંધન આ પ્રતિમાના ધ્યાન માત્રથી તત્કાલ તૂટી ગયાં. તેથી જેમ આ બિંબની ભક્તિ કરવાથી વિદને નાશ પામે છે તેમ આશાતના કરનાર જીવ મહાદુઃખી બને તે વાત નિઃસંદેહ છે.
સ્તંભતીર્થ (ખંભાત) ના રહીશ, દાનવીર શેઠ અમરચંદ પ્રેમચંદના સુપુત્ર શેઠ પોપટભાઈના વખતમાં આ નીલમ મણિમય ચમત્કારી બિંબ કાષ્ઠમય મંદિરમાં મૂલનાયક તરીકે બિરાજમાન હતું. એક વખત આ રત્નમય પ્રતિમાને જોઈને એક સેનીની દાનત બગડી અને તે એ પ્રતિમાને કયાંક ઉપાડી ગયો. પરંતુ શેઠ શ્રી પિપટભાઈના માતાજીના એ પ્રતિમાજીનાં દર્શન કર્યા પછી જ ભજન કરવાના અભિગ્રહરૂપ તપના પ્રભાવથી એ પ્રતિમાજીની જલદી ભાળ લાગી. આ પછી શ્રી સંઘે ફરીને કોઈની દાનત ન બગડે અને આ પ્રસંગ ન બનવા પામે એ આશયથી એ રત્નમય પ્રતિમાજી ઉપર શ્યામ લેપ કરાવ્યો. તેથી જ નીલમ મણિમય છતાં અત્યારે તે પ્રતિમા શ્યામ દેખાય છે.
શ્રી સંઘના પ્રયાસથી વિસં. ૧૯૮૪ માં નવીન દહેરૂ તૈયાર થયું. તેમાં મૂલનાયક તરીકે આ બિંબની પ્રતિષ્ઠા કરાવવા માટે શ્રી સંઘે તપગચ્છાધિપતિ, શાસન સમ્રાટ, ગુરુવર્ય, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને માતર તીર્થમાં પધારવાની વિનંતિ કરી. આથી સપરિવાર સૂરિજી મહારાજ ત્યાં પધાર્યા અને વિ. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ત્રીજે શુભ મુહૂર્ત શ્રી સંઘે શ્રી ગુરુમહારાજના હાથે
૧. આણંદ સ્ટેશનની નજીકમાં આ ગામ છે. એનું જૂનું નામ સ્તંભનપુર હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org