________________
શ્રીસ્તંભનપાથબ્રહ૯૫ ] તેને આ તે શા હિસાબમાં છે ? દેવીનું વચન સાંભળીને ગુરુએ કહ્યું કે આવા શરીરે હું નવ અંગોની ટીકાઓ શી રીતે બનાવીશ? દેવી બોલી કે-છ મહિના સુધી આયંબિલ તપ કરજે. સૂરિજીએ છ મહિના સુધી આયંબિલ તપ કર્યો અને કઠિન શબ્દોની ટીકા કરીને તે ટીકાઓ પૂરી કરી. આ પછી શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયે, ત્યારે ધરણેન્દ્ર દેળા સપનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિજીના શરીરને ચાટીને નીરોગી બનાવ્યું. પછી સૂરિજીને કહ્યું કે–સેઢી નદીના કાંઠે, પલાસ (ખાખરાનું ઝાડ) ના વનમાં શ્રી શંભન પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાં ગુપ્ત રહેલી છે તેને તમે પ્રકટ કરે. ત્યાં ઓચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ દૂધ ઝરશે. તે ચિહથી તે મૂર્તિનું સ્થાન તમે નિશ્ચયે જાણજો.
સવારે સૂરિજી સંઘની સાથે ત્યાં ગયા અને ગાયને દૂધ ઝરતી જોઈને વાળના બાળકેએ બતાવેલી ભૂમિની પાસે પ્રતિમાના સ્થાનને નિશ્ચય થવાથી ગુરુજીએ પાર્શ્વનાથનું નવીન ઑત્ર રચવા માંડ્યું. તેના ૩૨ કાવ્ય કહ્યા પછી તેત્રીસમું કાવ્ય ગુરુજીએ દેવતાના આદેશથી ગોપવી દીધું. બત્રીસ કાવ્યાના આ સ્તંત્રની શરૂઆતમાં કરિયા પદ હેવાથી જયતિયણ નામે એ સ્તોત્ર એલખાય છે. તે પ્રતિમાનાં દર્શન થયાં કે તરત જ રોગ મૂળથી નાશ પામે ને ગુરૂજી નીરોગી બન્યા.
પછી શ્રી સંઘે ગુરૂજીને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી. ત્યારે ગુરૂજીએ પૂર્વે કહ્યા પ્રમાણે તમામ બીના શ્રી સંઘની આગળ કહી સંભળાવી. છેવટે કહ્યું કે આ પ્રતિમા કેણે ભરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રમાણે પ્રતિમાને મહિમા સાંભળીને શ્રી સંઘે તે જ સ્થાને નવું દહેરૂ બંધાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. જ્યારે વિ. સં. ૧૩૬૮ ની સાલમાં દુષ્ટ ઑછો એ ગુજરાતમાં ઉપદ્રવ કર્યો ત્યારે વર્તમાન સ્તંભતીથની સ્થાપના થઈ. અત્યારે આ મહાચમત્કારી શ્રી પાર્શ્વનાથનું બિંબ સ્તંભતીર્થ (ખંભાત, તંબાવતી નગરી) માં હયાત છે.
શ્રી અભયદેવસૂરિજી મહારાજાના સ્વર્ગવાસના સંબંધમાં પ્રભાવચરિત્રમાં કહ્યું છે કે–સૂરિજી મહારાજ પાટણમાં કર્યું રાજાના રાજ્યમાં દેવલેક પામ્યા. આ વાક્યને અર્થ એમ પણ સંભવે છે કે-કર્ણના રાજ્યકાલમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા. બીજાએ આ બાબતમાં એમ પણ વિચાર જણાવે છે કે-જે સમયે કર્ણ રાજા પાટણમાં 1 2 સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રકટ કર્યા પછી ટીકાઓ બનાવી, એ પણ ઉલ્લેખ બીજા ગ્રંથોમાં મળી શકે છે.
+ સેલ કાવ્ય બેલ્યા પછી આખા બિંબનાં દર્શન ન થયા, માટે સત્તરમા કાવ્યમાં કહ્યું કે– કયારાda ગિળતર એમ બત્રીસ કાવ્યો બનાવ્યા. તેમાંથી બે કાવ્યો ગુપ્ત રાખ્યાં, એમ શ્રી જિનપ્રભસૂરિ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org