________________
શ્રીસ્તંભનપાર્થ બહ૯૫] તે રાજાની સમક્ષ શ્રી સંઘે એવી વ્યવસ્થા કરી કે-“સંપ્રદાયને ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે, માટે જે મુનિ ચૈત્યગચ્છવાસી યતિધર્મને સંમત હોય તે જ અહીં રહી શકે, પણ બીજા નહિ. તે હે રાજન્ ! તે પ્રાચીન રીવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવું જોઈએ. રાજાએ કહ્યું કે-તે પ્રમાણે જ કબૂલ છે, પરંતુ ગુણિજનેને આદર જરૂર દેવું જોઈએકે રાજ્યની આબાદી તમારી હેમદષ્ટિને આધીન જ છે, છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબૂલ રાખે! રાજાના આ વાક્યને તેઓએ માન્ય રાખ્યું. આ મુશ્કેલી દૂર કરવા માટે કેટલાક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યું. ત્યાં રહેલા બંને સૂરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણા જીને સત્યના સાધક બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં. ૧૦૮૦ માં જાહેર (મારવાડ) માં રહીને આઠ હજાર શ્લોક પ્રમાણ “બુદ્ધિસાગર’ નામે નવું વ્યાકરણ બનાવ્યું.
એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ અનુક્રમે ધારા નગરીમાં પધાર્યા. અહીં મહીધર નામને શેઠ અને ધનદેવી શેઠાણને અભયકુમાર નામને મહાગુણવંત પુત્ર હતે. પુત્ર સહિત શેઠ સૂરિજીને વંદન કરવા ગયા. ત્યાં સંસારની અસારતાને જણાવનારી નિર્મલ દેશના સાંભળી અભયકુમારને વૈરાગ્ય પ્રકટયે, તે સંયમ લેવાને ઉત્સુક થયે. પિતાની અનુમતિ હોવાથી ગુરૂ મહારાજે અભયકુમારને દીક્ષા આપી. ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાને અભ્યાસ કરી મહાજ્ઞાની શ્રી અભયમુનિજી દ્વહન કરવા પૂર્વક સેલ વર્ષની અંદર સ્વપર શાસ્ત્ર પારગામી બની શ્રી સંઘના પરમ ઉદ્ધારક બન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુગમય પંગમાંગ શ્રી ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) સૂત્રમાં કહેલા ચેડા રાજા અને કેણિકની વચ્ચે થયેલા રથ કંટકાદિ યુધ્ધનું વર્ણન કરતાં વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી અભયમુનિએ રૌદ્ર અને વીર રસનું એવું વર્ણન કર્યું કે-તે સાંભળીને ક્ષત્રિએ લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રી જિનેશ્વરસૂરિજીએ તરત જ મહાશ્રાવક નાગનત્તકનું વર્ણન કરીને એને શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને સર્વે શાંત થઈ ગયા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે અહ, અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે તે નાગનત્તક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ ટેક રાખી. ગુરૂજીએ અભયમુનિને શિખામણ દીધી કે–હે બુધિનિધાન શિષ્ય! તારે અવસર જેઈને વ્યાખ્યાન વાંચવું.
એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષ્ય કહ્યું કે-હે મહારાજ !૧ શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલી “વંતષિયારાથ”િ ઈત્યાદિ ચાર
૧ આ સ્તવનના બનાવનાર શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદિષણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણે આ સ્તવન બનાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org