________________
૧૮૦.
[ શ્રીવિજયપધ્ધસૂરિકૃતસનાદિની ઉપર બેસે, એમ વિનંતિ કરવા લાગ્યા. બંને આચાર્ય મહારાજે પિતાના સંયમ ધર્મને વ્યવહાર સંભળાવી દઈ તે ઉપર બેસવાને નિષેધ કર્યો અને શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. પછી વેદ, ઉપનિષદ્ તેમ જ જૈનાગમની સમાનતા પ્રકાશીને આશીષ દેતાં બેલ્યા કે-“હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કઈ પણ સામાન્ય પુરૂષ જાણી શકતો નથી એવા અરૂપી શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો !”
ફરી પણ તેમણે જણાવ્યું કે-નાગમને અર્થ રૂડી રીતે વિચારીને અમે દયાપ્રધાન અવિચ્છનપ્રભાવશાલી, ત્રિકાલાબાધિત, ત્રિપુટીશુદ્ધ જૈનધર્મને સ્વીકાર કર્યો છે. આ સાંભળી પુરેડિતે પૂછયું કે-તમે નિવાસ (ઉતાર) ક્યાં કર્યો છે? તેમણે કહ્યું કે-અહિં ચિત્યવાસિઓની મહા કનડગત થતી હોવાથી કયાંયે પણ સ્થાન મળી શકતું નથી. આ બીના સાંભળી ગુણગ્રાહી અને વિચારશીલ તે પુરોહિતે સપરિવાર બંનેને રહેવા માટે પિતાનું મકાન ખાલી કરી આપ્યું અને કહ્યું કે-આપ ખુશીથી અહિં ઉતરે. ત્યાં તેઓ નિર્દોષ ભિક્ષા-ધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા.
બપોરે પુરેહિતે યાસિક સ્માર્ણ અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે લાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિદ ચાલી રહ્યો હતે, એવામાં ચૈત્યવાસિઓના પુરૂષ આવી ચડ્યા. તેમણે આવીને જણાવ્યું કેતમે સત્વર (જલદી) નગરની બહાર ચાલ્યા જાઓ. કારણ કે ચિત્યબાહ્ય શ્વેતાંબરોને અહીં
સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરેહિતે કહ્યું કે રાજસભામાં આ વાતને નિર્ણય કરવાનું છે. એટલે તેમણે આવીને પિતાના ઉપરીઓને આ બીના જણાવી. બધા સાથે મળીને રાજાની પાસે ગયા, ત્યાં પુરહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે-હે દેવ! બે જૈન મુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રમ આપે. એવામાં આ ચૈત્યવાસિઓએ ભટ્ટ પુત્રોને મારી પાસે મોકલ્યા. માટે આ બાબતમાં, આપને મારી ભૂલ જણાય તે ખુશીથી યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવે.
પુરોહિતે કહેલી બીના સુણીને સર્વ ધર્મોમાં સમાન ભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે-હે ચિત્યવાસિઓ ! કેઈ પણ દેશથી આવેલા ગુણિજને મારા નગરમાં રહે, તેને તમે શા માટે અટકાવ (નિષેધ) કરે છે? તેમાં ગેરવ્યાજબીપણું શું છે? રાજાના આ પ્રશ્નના ઉત્તરમાં તે ચૈત્યવાસિઓ બોલ્યા કે હે રાજેન્દ્ર! પૂર્વે વનરાજ નામના રાજાને નાગેન્દ્ર ગચ્છીય ચૈત્યવાસી શ્રીદેવચંદ્રસૂરિજીએ ઘણે ઉપકાર કરેલો હોવાથી કૃતજ્ઞ એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org